India

છોકરી થી છોકરો બનેલો વ્યક્તિ થઈ ગયો ગર્ભવતી, તેને આપ્યો એક બાળકને જન્મ…

કેરળના કોઝિકોડના જહાદ (23) અને જિયા પાવલ (21) એક ટ્રાન્સજેન્ડર દંપતી છે અને હવે આ દંપતીને ટૂંક સમયમાં તેમના ઘરે એક છોકરો જનમશે એવી આશા હતી અને તે થયું પણ છે. દંપતીએ સોશિયલ મીડિયા દ્વારા માતાપિતા બનવાના સારા સમાચાર શેર કર્યા હતા. આ દંપતી માર્ચ મહિનામાં તેમના પહેલા બાળકની અપેક્ષા રાખીને આ કર્યું હતું અને તે સાચું પણ બન્યું છે. જિયા અને જહાદે ઇન્સ્ટાગ્રામ મારફતે તેમને આ ખાસ માહિતી લોકો સાથે શેર કરી હતી કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી જોડે રહે છે. ભારતમાં ટ્રાન્સજેન્ડર સમુદાયમાં આ પહેલો કેસ હોવાનું કહેવાય છે.

આ જોડીએ જણાવ્યું કે જ્યારે અમે ત્રણ વર્ષ પેલા જોડે રહેવાનું શરૂ કરી દીધું ત્યારે અમને એવું કંઇક લાગ્યું કે આપણું જીવન બીજા ટ્રાન્સજેન્ડરોથી થોડું અલગ હોવું તો જોઈએ. મોટાભાગના ટ્રાન્સજેન્ડર યુગલોને સમાજ તેમજ તેમના પરિવારો દ્વારા બહિષ્કૃત કરવામાં આવે છે. ક્લાસિકલ ડાન્સ ટીચર જિયા પાવલે કહ્યું, “અમને એક બાળક જોઈતું હતું, જેથી આ દુનિયામાં અમારા દિવસોની ગણતરી થઈ જાય પછી પણ અમે કંઈક પાછળ છોડી શકીએ.

જિયા પવલે કહ્યું કે ટ્રાન્સ મેન અને ટ્રાન્સ વુમન બનવાની અમારી સફર ચાલુ રહેશે. તેમને આગળ જણાવ્યું કે હાલ હું પણ ટ્રાન્સ વુમન બનવા માટે હજી પણ હોર્મોન ટ્રીટમેન્ટ લઈ જ રહી છું. ડિલિવરી પછી 6 મહિના અથવા એક વર્ષ પછી, જહાદ ટ્રાન્સ મેન બનવા માટે ફરીથી સારવાર શરૂ કરશે.

જણાવી દઈએ કે જિયા પાવલ કોઝિકોડની રહેવાસી છે. જ્યારે જહાદ તિરુવનંતપુરમનો છે. બંનેએ પોતાની ટ્રાન્સજેન્ડર ઓળખ શોધી કાઢ્યા બાદ પરિવાર છોડી દીધો હતો, અને અલગથી રહેવા લાગ્યા હતા.

જિયા પાવલે કહ્યું કે તેણે ખૂબ વિચાર કર્યા પછી બાળક પેદા કરવાનો નિર્ણય લીધો હતો. “તેમને પહેલા જ બંને સ્તનો તો દૂર કરી જ લીધા છે અને સાથે તે બંને લોકો હોર્મોન સારવાર સાથે આગળ પણ વધી ચૂક્યા છે. તેણીને કોઝિકોડની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલના ડોકટરોએ મદદ કરી, જ્યાં ઝાહદ આવતા મહિને તેના બાળકને જન્મ આપવાની રાહ જોઈ રહ્યા હતા તે થઈ ગયું છે.

જિયા પવલે કહ્યું, ‘ડોક્ટરોએ અમને ગર્ભધારણ પ્રક્રિયા વિશે વધુ ન જણાવવાનું કહ્યું છે. જહાદે બંને સ્તનો કાઢી નાખ્યા હોવાથી, અમે બાળકને મેડિકલ કોલેજમાં બ્રેસ્ટ મિલ્ક બેંકમાંથી ફીડ કરાવવાની અપેક્ષા રાખીએ છીએ.