IndiaMoneyNews

Gold rate today: સોનું ખરીદનારાઓ માટે ખુશખબરી: ભાવમાં ઘટાડો, જાણો સોમવારના ભાવ

જો તમે સોનું (Gold) ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. કિંમતી ધાતુના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૂ. 105 ઘટીને રૂ. 59,975 પ્રતિ 10 ગ્રામ થયો હતો.અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 60,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એચડીએફસી સિક્યોરિટીઝ પાસેથી મળેલી માહિતી મુજબ ચાંદીના ભાવ રૂ. 730 વધીને રૂ.75,700 પ્રતિ કિલો થયા છે.

દિલ્હીના બજારોમાં હાજર સોનું રૂ. 105 ઘટી રૂ. 59,975 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું.” વિદેશી બજારમાં સોનું ઘટીને 1,981 ડોલર પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે ચાંદી વધીને 25.12 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. ગાંધીએ જણાવ્યું હતું કે બુધવારે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા વેપારીઓ નવી સ્થિતિથી દૂર રહ્યા હતા.

આ પણ વાંચો: બ્રેઈન સ્ટ્રોકના ચિહ્નો મહિનાઓ પહેલા જ દેખાવા લાગે છે, અવગણવાની ભૂલ ન કરો

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલના એકના એક પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, સીએમના આજના તમામ કાર્યક્રમો રદ્દ