Corona VirusGujarat

કોરોનાને લઈને ગુજરાત માટે મોટા અને મહત્વના રાહતના સમાચાર..

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે રાજી સહિત સમગ્ર દેશ કોરોનથી પીડાઈ રહ્યો છે. કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે કેસ ઓછા થવાનું નામ નથી લેતા ત્યાં ગુજરાત રાજ્ય માટે એક રાહતના સારા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા.. વાત એકદમ સાચી જાણી, તમને જણાવી દઈએ કે આરોગ્ય ખાતાએ જણાવેલ આંકડા અનુસાર વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 15 દિવસોમાં કોરોનાને મ્હાત આપનારાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

અહી ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ ભલે નવા પોઝીટીવ આંક 350 થી પણ વધારે વધી રહ્યા છે પરંતુ હવે એની સામે બીજી કોરોનાથી સાજા થનારાનો આંક પણ સતત ઊંચો આવી રહ્યો છે જે આંકડો સ્પષ્ટપણે સૂચવે છે કે ગુજરાતમાં સંક્રમણ નિયંત્રણ તરફ જઇ રહ્યું છે. અહી ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધી પોઝીટીવ કેસનો આંક 16 હજાર પહોંચવા આવ્યો છે.અહી ઉલ્લેખનીય છે કે કોરોનાની જપેટમાં આવેલ અત્યાર સુધી કુલ 8609 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

તો બીજી બાજુ તમને એ પણ જણાવી દઈએ કે હજુ પણ ગુજરાતમાં 6355 લોકો કોરોનાગ્રસ્ત છે. અર્થાત એક્ટિવ કેસનો આંક 39.86 ટકા થયો છે. આરોગ્યખાતાએ જણાવેલ આંકડા અનુસાર વાત કરીએ તો ગુજરાતમાં 60 ટકાથી વધારે કેસ ક્લોઝ થઈ ગયા છે.તો બીજી બાજુ ગુજરાતમાં મોતનો આંક પણ હજારની નજીક પહોંચી ગયો છે. છેલ્લા થોડા દિવસોની રાજ્યની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં આજે 12 દિવસ બાદ મોતનો આંક 20 નીચે આવ્યો છે.

ગુજરાતમાં કુલ મૃત્યુ પણ 980 થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીના પોઝીટીવ કેસમાંથી ફક્ત 6355 કેસ જ હાલમાં એક્ટિવ છે.તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આજે નવા 372 કેસની સામે 608 લોકો કોરોનથી સાજા થયા છે.અહી ગુજરાત માટે સારા સમાચાર એ છે કે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી નવા પોઝીટીવ કરતાં ડિસ્ચાર્જ આંક સતત ઊંચો મળતો આવ્યો છે.