ગૂગલ પર ‘કોલ ગર્લ’ સર્ચ કરવી આ યુવકને પડી મોંઘી, જાણો શું થયું તેની સાથે…
આપણે બધા જાણીએ જ છીએ કે સમય સાથે દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. આજકાલનો સમય ટેકનોલોજીનો છે અને અત્યારના સમયમાં બધા લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે. મોબાઈલથી ઘરે બેઠા બેઠા બધુ જ મેળવી શકાય છે. પણ લોકોએ એ સમજવું જોઈએ કે જે વસ્તુઓ ઈન્ટરનેટ પર લખેલું હોય છે એ બધુ સાચું નથી હોઇ શકતું.
જો કોઈ વ્યક્તિ ઈન્ટરનેટ પર લખેલી વાતોને સાચી માનીને અનુસરે છે, તો ક્યારેક તે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે અમે તમને એવા જ એક કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણ્યા પછી તમે પણ વિચારમાં પડી જશો. ખરેખર, એક યુવક ઓનલાઈન કોલ ગર્લ શોધી રહ્યો હતો પરંતુ તે મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો.
વાસ્તવમાં આજે અમે તમને જે મામલા વિશે જણાવી રહ્યા છીએ, આ મામલો દિલ્હીથી સામે આવ્યો છે. 34 વર્ષીય યુવક દિલ્હીના પશ્ચિમ વિહારમાં તેના પરિવાર સાથે રહે છે. આ યુવક સેનિટાઈઝરનો બિઝનેસ કરે છે. બપોરે 1:00 વાગ્યાના સુમારે તે ગુગલ પર ઓનલાઈન ‘કોલ ગર્લ’ સર્ચ કરવા બેઠો હતો. શોધખોળ દરમિયાન યુવકને એક મોબાઈલ નંબર મળ્યો અને તેના પર એક યુવતી સાથે વાતચીત થઈ, ત્યારબાદ યુવતીએ તેને વીડિયો કોલ કરીને રોહિણી સેક્ટર-22ને મળવા આવવા કહ્યું.
જ્યારે યુવતીએ ફોન કરીને તેણે રોહિણી સેક્ટર-22 મળવા માટે બોલાવ્યા તો યુવક લગભગ 2 વાગે ત્યાં પહોંચી જાય છે એ પછી યુવતીએ ફરી તેણે ફોન કરીને પ્રેમ નગર બાજુ આવવા માટે કહ્યું, પછી યુવક ફરીથી યુવતી દ્વારા કહેવામાં આવેલ જગ્યાએ પહોંચે છે પછી યુવતી યુવકને પીર બાબા વાળી જગ્યાએ ઊભો રહેવા માટે કહે છે.
યુવક લગભગ 5 મિનિટ ત્યાં ઊભો રહે છે પછી યુવતી ત્યાં પહોંચી અને યુવકની બાઇક પર બેસીને તેણે પોકેટ-13 ની સામે લઈ ગઈ. યુવતી એ યુવકને બિલ્ડિંગના બીજા માળે બનેલ ફ્લેટની અંદર લઈ જાય છે. યુવતીએ કોઈને વૉટ્સએપ કોલ કર્યો અને થોડી વાર પછી ત્યાં એક યુવતી અને બે વ્યક્તિ આવી ગયા હતા.
તેણે યુવકને માર મારવાનું શરૂ કર્યું. ચારેય તેને થપ્પડ મારવા લાગ્યા. એટલું જ નહીં, પરંતુ તેણે યુવકના પર્સમાંથી ₹3000 પણ કાઢ્યા અને તેણે કહ્યું કે જો તેણે તેનો જીવ બચાવવો હોય તો તેના ખાતામાં ₹50000 ટ્રાન્સફર કરવા પડશે. જે બાદ યુવકે તેના પિતાને ફોન કર્યો અને તેણે આરોપીના ખાતામાં ₹30000 ટ્રાન્સફર કરી દીધા. આ પછી ચારેય યુવકને ધક્કો મારી ફ્લેટમાંથી બહાર કાઢ્યો હતો.યુવકને જે કંઈ થયું, તેણે ફોન કરીને પોલીસને જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કેસ નોંધ્યા બાદ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.