Uncategorized

સરકારે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલ પર લાગતી ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કરી દેવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની 10 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી સંપૂર્ણપણે શૂન્ય કરવામાં આવી છે. આ માહિતી ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા આપવામાં આવી છે.

ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક તણાવ વચ્ચે સરકારે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેના કારણે તેલ કંપનીઓ તેમજ સામાન્ય જનતાને રાહત મળવાની શક્યતા છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ પેટ્રોલ-ડીઝલના ભાવમાં અચાનક વધારો અટકાવવાનો છે, જેથી મોંઘવારી પર કાબૂ રાખી શકાય.

Israel–Iran conflict ને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. પ્રતિ બેરલ $70 થી વધીને ભાવ $100ને પાર પહોંચતા તેલ કંપનીઓ પર દબાણ વધ્યું છે. આવી સ્થિતિમાં ભાવ વધારો સીધો ગ્રાહકો પર ન પડે તે માટે સરકારે ટેક્સમાં ઘટાડો કર્યો છે.

શું પેટ્રોલ-ડીઝલના ભાવ ₹10 ઘટશે?: એવું થવાની શક્યતા ઓછી છે. કારણ કે પેટ્રોલ-ડીઝલના રિટેલ ભાવ સરકાર નહીં પરંતુ Indian Oil Corporation, Bharat Petroleum અને Hindustan Petroleum જેવી ઓઇલ કંપનીઓ નક્કી કરે છે. નિષ્ણાતોના મતે, આ ટેક્સમાં મળેલી રાહતનો ઉપયોગ કંપનીઓ પોતાના અગાઉના નુકસાનની ભરપાઈ માટે કરી શકે છે.

આગામી સમયમાં ભાવ વધશે?: તે સંપૂર્ણપણે ગ્લોબલ માર્કેટ પર નિર્ભર છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ $100 પ્રતિ બેરલથી વધુ સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. જો પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધશે અથવા સપ્લાય ચેઇનમાં વિક્ષેપ આવશે, તો ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો માત્ર એક ‘કુશન’ તરીકે કામ કરશે, જેથી ગ્રાહકો પર વધારાનો બોજ થોડો ઓછો પડે.