સુરતમાં યોજાઇ ભવ્ય તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા
15 ઓગસ્ટના થોડા દિવસો બાકી રહેલા છે અને તેને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા ઈરાદાથી સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે સુરતમાં વાય જંકશન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટર ની ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં તિરંગા યાત્રામાં કેન્દ્રીય જળ મંત્રી સી. આર. પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ હાજરી આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, સુરતમાં રવિવારના ડુમસ રોડ પર વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ના બે કિલોમીટર સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સી આર પાટીલ દ્વારા યાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રામાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયા હતા. આ સિવાય 1200 ફૂટનો તિરંગો પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો તો. તેના લીધે તિરંગાયાત્રાના રૂટનો તિરંગા ના રંગમાં રંગાઈ ગયો હતો. આ યાત્રા ના રૂટ પર 10 જેટલા સ્ટેજ પણ બનાવાયા હતા.
તેની સાથે જણાવી દઈએ કે, અત્યાર સુધી રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ કરાયું છે અને નવ લાખ તિરંગાના વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાનમાં લોકો વધુ ને વધુ માત્રામાં જોડાઈ પણ રહ્યા છે. દેશભરમાં એને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.