AhmedabadCorona VirusGujarat

ગુજરાતમાં કોરોના બેકાબુ? એકસાથે 105 નવા કેસ આવ્યા, અમદાવાદમાં કુલ 492 કેસ

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં આજે એકસાથે મોટી સંખ્યામાં વધારો થયો છે. આજે રાજ્યમાં એકસાથે 105 નવા કેસ આવ્યા છે.42 અમદાવાદમાં, 35માં સુરત કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો છે. આરોગ્ય અગ્ર સચિવ ના જણાવ્યા મુજબ ગુજરાતમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે.કુલ 20204 ટેસ્ટ થયા છે.

ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ મુખ્યમંત્રી રૂપાણી ને મળ્યા હોવાથી રૂપાણી પણ ક્વોરેન્ટાઇન થયા છે અને ઘરેથી જ કામ કરી રહયા છે. ગઈકાલે તેમની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી જો કે તેઓ સ્વસ્થ જણાયા હતા.ખેડાવાલા ને મળનાર અન્ય ધારાસભ્યોના પણ ટેસ્ટ કરવામાં આવી શકે છે.