ગુજરાતમાં આજે પણ કોરોના ના કેસ વધીને 38 થયા, હવે દિવસે ને દિવસે સંકટ વધી રહ્યું છે
ગુજરાત સહીત દેશભરમાં કોરોના ના કેસ વધી રહયા છે. કોરોનાની સ્થિતિ મુદ્દે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ આજે જણાવ્યું કે રાજ્યમાં કુલ 38 કોરોનાના કેસ નોંધાયા છે. ત્રણ સ્થાનિક દર્દીઓ છે. અમદાવાદમાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત અને વડોદરામાં 7-7, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 3 અને કચ્છમાં 1 પોઝિટિવ કેસ છે.
મંગળવારે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. શ્રીલંકા થી પરત ફરેલા બિલ્ડરનો ચેપ પરિવારને લાગતાં ત્રણ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મંગળવારે પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા વડોદરામાં કુલ આંક 7 પર પહોંચ્યો હતો. આ ઉપરાંત જેમને ઘરે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે તેમણે નિયમોનો ભંગ કરતા તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.
સોમવારે રાત્રે દુબઈથી એક યુવતી આવી હતી. આ યુવતી ઘરે પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ હેલ્પલાઈન પર ફોન કરી ફરિયાદ કરી હતી કે, યુવતી એક મંદિરના પૂજારીની દીકરી છે. પૂજારી દીકરીને મળ્યા પછી મંદિરમાં આવે તો ચેપની શક્યતા છે. રહીશોએ પરિવારને અલગ ખસેડવા માંગ કરી હતી. જો કે પરિવારને ઘરમાં જ રહેવાનું કહીને તંત્રે મામલો શાંત પાડ્યો હતો.