AhmedabadCorona VirusGujarat

ગુજરાતમાં કોરોના નું લોકલ ટ્રાન્સમિશન વધ્યું : અમદાવાદમાં આજે 7 નવા કેસ, રાજ્યમાં કુલ 95 કેસ

ગુજરાતમાં હવે કોરોના નો કહેર વધી રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં એક જ કેસ નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી પણ આજે એક સાથે 7 કેસ વધતા ફરી ગંભીર માહોલ સર્જાયો છે. આ સાતેય કેસ અમદાવાદના છે. આજે  ગોધરાના એક દર્દીનું મૃત્યુ થયું છે. આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું કે રાજ્યમાં સાત નવા પોઝિટિવ કેસની સાથે કુલ આંક 95એ પહોંચ્યો છે. અમદાવાદમાં સાત નવા કેસ નોંધાયા છે.

આજના કેસની વાત કરીએ તો 7 કેસ છે જેમાં એક 7 વર્ષની બાળકી પણ છે, જેની હાલત સ્થિર છે. સાત નવા કેસોમાં 6 લોકલ ટ્રાન્સમિશનના કેસો નોંધાયા છે જે  ચિંતાનો વિષય છે. સાત નવા કેસોમાં ત્રણ કેસ 60 વર્ષથી વધુ ઉમરના , બે કેસ 30 વર્ષથી ઉપરના, એક કેસ 17 વર્ષનો અને એક કેસ 7 વર્ષનો છે. 95 પોઝિટિવ કેસમાંથી 75 દર્દી સ્ટેબલ છે, 2 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કુલ 1944 ટેસ્ટ કરાવવામાં આવ્યા છે  જેમાંથી 1847 નેગેટિવ ટેસ્ટ, 95 પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે. રાજ્યમાં કુલ 16015 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.  શહેર મુજબ વાત કરીએ તો અમદાવાદમાં કુલ 38 કેસ, સુરતમાં 12 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 9 કેસ,ગાંધીનગરમાં 11 કેસ, ભાવનગરમાં 7 કેસ, કચ્છમાં 1 કેસ, મહેસાણામાં 1 કેસ, ગીર-સોમનાથમાં 2 કેસ,પોરબંદરમાં 3 કેસ અને પંચમહાલમાં 1 કેસ એમ મળીને કુલ 95 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની વતર્માન પરિસ્થતી ધ્યાને લઇતા.૧૪/૦૪/૨૦૨૦ મધ્યરાત સુધી દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.જ અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાયર્વાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહીં તેની કાળજી લેવામાં આવી રહી છે.રાજ્યમાં લોકડાઉનનો ભંગ કરવા બાદલ અનેક લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.