BjpCongressGandhinagarMadhya Gujarat
Trending

કોંગ્રેસની વિધાનસભા કૂચ: કોંગ્રેસના મોટા નેતાઓ પહોંચ્યા ગાંધીનગર, 1500 થી વધુ પોલીસ જવાનો તૈનાત

આજથી વિધાનસભામાં શિયાળુ સત્ર શરુ થશે જેમાં પરીક્ષામાં ગેરરીતિ, ખેડૂતોઅને અનેક મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ છે.કોંગ્રેસ દ્વારા બહારથી પણ વિધાનસભાને ઘેરવાનો કાર્યક્રમ છે.પણ પોલીસ દ્વારા આ કાર્યક્રમ નિષ્ફળ બનાવવા એલર્ટ છે. ગાંધીનગરમાં આજે 6 SP, 25 ડીવાયએસપી, 40 પીઆઈ, 125 PSI સાથે 1500 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.કોંગ્રેસ નેતાઓ આજે ઉગ્ર મૂડમાં દેખાઈ રહ્યા હોવાથી ભાજપ પણ ચિંતિત છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે સરકારી ભરતીમાં ગેરરીતિ મામલે કોંગ્રેસ કૂચ કરી રહી છે. આ સાથે ખેડૂતોનો પાક વીમો, મહિલા સુરક્ષા, મંદી અને ભ્રષ્ટાચાર સહીત ના મુદ્દે અવાજ ઉઠાવીશું. ભાજપ સરકારની નીતિ છે કે લોકોનો અવાજ દબાવી દો. લોકોને ડરાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. પણ હવે ગુજરાતની જાણતા જાગી ગઈ છે.તેમણે કહ્યું કે અમે લોકોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડીશું.

ધરણા માટેની કજિયા બદલવા પર તેમણે કહ્યું કે જગ્યા બદલવાથી લડાઈમાં કોઈ ફેરફાર નહીં થાય.વિધાનસભા તરફ કૂચ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું છે કે કોંગ્રેસને માત્ર ધરણાની મંજૂરી અપાઈ છે પણ જો તેઓ અન્ય કોઈ કાર્યક્રમ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.