AhmedabadCorona VirusGujarat
ગુજરાતમાં 24 કલાકમાં કોરોના ના નવા 394 કેસ, કુલ કેસ 14000 ને પાર, અમદાવાદમાં આજે 279 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 394 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં દરરોજ ની જેમ જ સૌથી વધુ 279 કેસ નોંધાયા છે. અમદાવાદ પછી સુરતમાં 35 કેસ, વડોદરામાં 30 કેસ, ગાંધીનગરમાં 11 કેસ, ભાવનગરમાં 1 કેસ, સાબરકાંઠામાં 14, વલસાડમાં 1 આણંદમાં 1 કેસ, રાજકોટમાં 5, અરવલ્લી-જામનગરમાં 1-1 કેસ, મહીસાગરમાં 2,દાહોદમાં 4 કેસ,મહેસાણા અને પંચમહાલમાં 2-2 કેસ, ખેડામાં 3, કેસ નોંધાયા છે.
24 કલાકમાં અમદાવાદમાં 28 દર્દીઓના મોત અને સુરતમાં 1 દર્દીનું મોત થયું હતું.રાજ્યમાં કુલ મૃત્યુઆંક 858 થયો છે. અમદાવાદ શહેરમાં જ 697 લોકોના મોત થયા છે.અમદાવાદમાં ગઈકાલે કોરોનાના કુલ કેસ 10,000 થી પણ વધી ગયા હતા. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 279 કેસ નોંધાતા કુલ કેસ 10,280 થયા છે.