ગુજરાતમાં આજે એક સાથે આટલા બધા કેસ વધતા સરકાર ચિંતિત: અમદાવાદમાં એક ડોક્ટરને પણ કોરોના પોઝિટિવ
રાજ્યમાં સતત કોરોના ના કેસ મોટા પ્રમાણમાં વધી રહયા છે.ગઈકાલે અમદાવાદમાં જ એકસાથે 58 કેસ સામે આવ્યા હતા અને આજે કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે હોટસ્પોટ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે.આજે ગુરજતમાં 46 નવા કેસ નોંધાયા છે અને 2ના મૃત્યુ થયા છે.
રાજ્યમાં કુલ કેસ 308 થયા છે અને કુલ 19 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા હજુ વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે અમદાવાદમાં નવા 11 કેસ, વડોદરામાં 17, રાજકોટમાં 5, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, પાટણમાં 2, કચ્છમાં 2 અને ગાંધીનગરમાં એક નવો કેસ નોંધાયો છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગના એક ડોક્ટરનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા.દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર રહ્યું હતું. ત્યાં એક વ્યક્તિએ 30 લોકોને ચેપ લગાડ્યો હતો. ગુરુવારે નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે.તે પછી અહીં ચાલીઓમાં રહેતા 128 લોકોના સેમ્પલ લેવાયા હતા.વડોદરામાં એક દિવસમાં 21 પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યા છે.
રાજકોટની વાત કરીએ તો વધુ પાંચ કેસ નોંધાયા છે શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 18 થઇ છે. આરોગ્ય વિભાગે મેગા સેમ્પલ લેવાની કામગીરી કરી હતી. પાંચ કેસમાં ચાર પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાં કેસની સંખ્યા 7 થઇ છે. એક જ વિસ્તારમાંથી પોઝિટિવ કેસની સંખ્યા 8 થઇ ગઈ છે.જ્યાં એક આખા પરિવાર ને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.
કોરોના વાઇરસની ચેઇન તોડવા માટે આરોગ્ય વિભાગે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી 65 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી વધુ બે મહિલાઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે જે વિસ્તારમાં પોઝિટિવ કેસ મળે ત્યાં 100 લોકોના સેમ્પલ લઇ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યુ કે જંગલેશ્વર વિસ્તાર પર હાલ મનપાની ટીમ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.