Gujarat

ગુજરાતમાં લોકડાઉન મુદ્દે મોટા સમાચાર: રાજ્યમાં લોકડાઉન કેવું હશે એની બ્લુપ્રિન્ટ કેન્દ્રને મોકલાશે,જાણો વિગતે

કોરોના મહામારીને પગલે દેશમાં છેલલા 50 દિવસથી લોકડાઉન છે. લોકડાઉન ને કારણે દેશમાં ધંધા-રોજગાર ને ભારે અસર થઇ છે ત્યારે પીએમ મોદીએ આર્થિક ગતિવિધિ માટે 20 લાખ કરોડના પેકેજની પણ જાહેરાત કરી હતી. ગુજરાતમાં પણ ધંધા-રોજગાર બંધ થતા ગરીબ અને મધ્યમ વર્ગને ભારે અસર થઇ છે રાજ્યના કામો પ્રોજેક્ટો અમલમાં આવવાનું શરુ થઇ જાય તે બધું આર્થિક કામો પણ જરૂરી છે. ફક્ત આપણે કોરોના કોરોના કરીને ઘરમાં બેસી રહીએ એ પરિસ્થિતિ હવે બિલકુલ ચાલે તેમ નથી અને અમે ચલાવવા પણ માંગતા નથી.

આવું નિવેદન કાલે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું છે.એમના આ નિવેદન પરથી સ્પષ્ટ થઇ ગયું હતું કે ગુજરાત સરકાર હવે વધારે આર્થિક નુકસાન ભોગવવાના મૂડમાં બિલકુલ નથી.નીતિન પટેલે કાલે એવું પણ કહ્યું હતું કે કોરોના ની મહામારી ચાલુ છે, નિષ્ણાતો પણ એમ કહે છે કે લાંબા સમય સુધી કોરોના ની મહામારીવત્તા ઓછા અંશે ચાલુ રહેવાની છે. ત્યારે રાજ્યના નાગરિકોના હિત માટે એમના પરિવારના ગુજરાન માટે વેપાર ધંધા મજૂરી ખેતી ઉદ્યોગો ચલાવવા પણ ખુબ જ જરૂરી છે.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પણ લોકડાઉન 4 નવા રૂપરંગ સાથે સોમવારથી અમલી બનવા જઈ રહ્યું છે.આ નવા અમલમાં આવનાર લોકડાઉનમાં રાજ્યમાં રાત્રી લોકડાઉન રહી શકે છે તેમજ બાકીના અન્ય વિસ્તારોમાં વેપાર-ધંધા ખોલવામાં આવી શકે છે.

અહી ઉલ્લેખનીય છે કે જે અંગે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને વધુ એક બેઠક મળનારી છે. આ મળનારી બેઠકમાં અધિકારીઓ અને મંત્રીઓ હાજર રહેશે. જેમાં લોકડાઉન 4ને હળવું કરવા માટે કેવા પ્રકારની છૂટછાટ આપી શકાય અને કેવા પ્રકારની છૂટ નાં આપી શકાય એ અંગે ચર્ચા થઇ શકે છે. કયા કયા વેપાર ધંધા ચાલુ રાખવા અને કયા ધંધા હજુ પણ બંધ રાખવા પડશે તેની આખરી બ્યૂ પ્રિન્ટ આપવામાં આવનાર છે.

અહી ઉલ્લેખનીય છે કે ગઈ કાલે નીતિન પટેલે આપેલ નિવેદન ‘લોકડાઉનમાં કોરોના–કોરોના કરીને ઘરમાં બહુ રહી લીધું હવે આર્થિક કામગીરીમાં લાગવું પડશે’ થી સંકેતો તો સ્પષ્ટ મળી રહે છે કે આવનારું લોકડાઉન 4 એ હળવું હોઈ શકે છે. જોકે હવે ફાઈનલ નિર્ણય તો આજે મળનારી બેઠક પછી જ નક્કી થશે કેમ કે લોકડાઉન એકદમ હળવું કરી દેવાથી એના નકારાત્મક પાસા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

જો કે બધા લોકો આ નિર્ણય ની રાહ જોઇને બેઠા છે. નિષ્ણાતોનાં મત અનુસાર આવા સંજોગોમાં ગુજરાતમાં લોકડાઉન ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વધુ હળવું કરવામાં આવી શકે છે અને રેડ ઝોનના પણ કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય ના વિસ્તારમાં પણ વેપાર ધંધા ચોક્કસ સમય માટે ખુલ્લું રાખવામાં આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી છે. રેડ ઝોનમાં રાત્રી લોકડાઉન રાખવામાં આવે તેમ છે.જોકે હવે ફાઈનલ નિર્ણય તો બેઠકના અંતમાં ખબર પડી શકે છે.