ગોધરાકાંડ મામલે નરેન્દ્ર મોદીને ક્લીનચિટ, પૂર્વ IPS સંજીવ ભટ્ટ પર સવાલ
2002ના ગુજરાતના રમખાણ મામલે જસ્ટિસ જીટી નાણાવતીના રિપોર્ટને આજે વિધાનસભા સમક્ષ રાખવામાં આવ્યો. રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહે કહ્યું હતું કે આયોગે તાત્ત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી છે. તેની સાથેતત્કાલીન મંત્રી હરેન પંડ્યા, ભરત બારોટ અને અશોક ભટ્ટની પણ કોઈ ભૂમિકા સાફ નથી. રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા પર ધ્યાન આપવામાં આવ્યું છે.
ગૃહ પ્રધાન પ્રદીપસિંહે કહ્યું નરેન્દ્ર મોદી પર આરોપ હતો કે તેઓ કોઈ જાણકારી વિના ગોધરા ગયા છે. પંચે આ આરોપને ફગાવી દીધો છે. બધી સરકારી એજન્સીઓને આની જાણકારી હતી. ગોધરા રેલ્વે સ્ટેશન પર જ તમામ 59 કર સેવકોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે પંચ કહે છે કે પોસ્ટમોર્ટમ મુખ્યમંત્રીના આદેશથી નહીં પરંતુ અધિકારીઓના આદેશથી કરવામાં આવ્યું હતું.
ગોધરા સ્ટેશન પર તમામ 59 કારસેવકના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. આયોગનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ ત્યાં હાજર અધિકારીઓના આદેશથી કરવામાં આવ્યું હતું, મુખ્યમંત્રીના આદેશ પર નહીં. સંજીવ ભટ્ટે આરોપ લગાવ્યો હતો કે હિન્દુઓને તેમનો રોષ ઠાલવવાની છૂટ આપવી જોઈએ, આયોગ કહે છે કે આ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા આવા કોઈ આદેશો આપવામાં આવ્યા ન હતા. સરકારે કોઈ બંધનું એલાન આપ્યું ન હતું.
નોંધપાત્ર વાત એ છે કે 2002 ના રમખાણોમાં ગુજરાત પોલીસ પર આ કેસમાં નિષ્ક્રીય હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્રણ દિવસ ચાલેલી હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા, જ્યારે ઘણા ગુમ થયા. એવો આક્ષેપ કરવામાં આવે છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તોફાનીઓને રોકવા માટે જરૂરી કાર્યવાહી કરી નથી. તેમણે પોલીસ તોફાનીઓ સામે કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો હતો. બાદમાં, કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા રમખાણોની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જેણે પોતાના અહેવાલમાં નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી હતી.