Ahmedabad

ગુજરાતમાં હાલત ગંભીર: અમિત શાહની સૂચનાથી દિલ્હીના 2 મોટા ડોકટરો ગુજરાત આવ્યા, હવે શું થશે જાણો

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્ર પછી ગુજરાત સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. અહીં કેસ વધીને સાત હજારથી ઉપર પહોંચી ગયા છે. દરમિયાન, ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) દિલ્હીના ડાયરેક્ટર ડો.રનદીપ ગુલેરિયા સહિતના નિષ્ણાતોની ટીમ, અમદાવાદ, ગુજરાત મોકલવામાં આવી છે.

ડો.ગુલેરિયાની સાથે નિષ્ણાતોની ટીમમાં મેડિસિન વિભાગના ડો.મનીષ સોનેજા પણ શામેલ છે. એઇમ્સના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમારા ડિરેક્ટર અને ડો. મનીષ સુનેજા ગૃહ પ્રધાનના આદેશને પગલે ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા અમદાવાદ જવા રવાના થયા છે. એઈમ્સના નિષ્ણાતોની ટીમ સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલની મુલાકાત લેશે અને કોવિડ -19 દર્દીઓની સારવાર અંગે ડોકટરોને જરૂરી માર્ગદર્શન આપશે.

એ ક અધિકારીના જણાવ્યા અનુસાર, “બંને નિષ્ણાંતો ડોકટરો સાથે વાત કરી પ્રતિક્રિયા આપશે અને પછી દિલ્હી જવા રવાના થશે.” રાજ્યના આરોગ્ય વિભાગને મદદ કરવા કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોના લગભગ 20 જિલ્લામાં કેન્દ્રિય જાહેર આરોગ્ય ટીમો તૈનાત કરી છે. તમને જણાવી દઈએ કે એઈમ્સના ડાયરેક્ટરે કહ્યું હતું કે જૂન-જુલાઈમાં ભારતમાં કોરોના વાયરસ ટોચ પર પહોંચશે.

ગુજરાતમાં કોરોના વાયરસ ચેપના 390 નવા કેસ નોંધાયા પછી છેલ્લા 24 કલાકમાં શુક્રવારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 7,403 થઈ ગઈ છે. મુખ્ય આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન 24 લોકોના મોત પછી મૃત લોકોની સંખ્યા વધીને 449 થઈ ગઈ છે.

તેમણે કહ્યું, ‘ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિનંતી પર કેન્દ્ર સરકારે શનિવારે એઈમ્સના ડાયરેક્ટર ગુલેરિયા અને ડો.મનીષને ગુજરાત મોકલવાનો નિર્ણય લીધો છે. જેથી રાજ્યમાં કોરોના દર્દીઓનું મૃત્યુ દર ઘટાડી શકાય.