AhmedabadGujarat

લોકો થાળી-વેલણ લઈને રોડ પર આવી જતા PM મોદીએ તાત્કાલિક ટ્વીટ કરીને શું કહ્યું જાણો

કોરોના વાઈરસને લઈને પીએમ મોદીએ તમામ દેશવાસીઓને આજે 22 માર્ચે જનતા કરફ્યુ રાખવા અપીલ કરી હતી.જનતા કરફ્યુના પગલે એસટી બસ સહીત ની તમામ સેવાઓ બંધ રહી હતી અને શહેરો સુમસામ બની. પીએમ મોદીએ સાંજે 5 વાગે થાળી-તાળી વગાડવાનું કહ્યું હતું એટલે 4.50 વાગ્યે જ શહેરીજનોએ ઘરની બાલ્કનીમાં બહાર આવી થાળી, તાળી, ઘંટી, શંખ વગાડી સફાઈકર્મીઓ, પોલીસ અને ડોક્ટરની કામગીરીને બિરદાવી હતી. પણ લોકો ભાન ભૂલી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

થાળી-તાળી ફક્ત સેવકોની કામગીરી માટે આભાર માનવા માટે જ વગાડવાની હતી જયારે લોકો રસ્તા પર આવી ગયા હતા અને રેલી કાઢીને થાળીઓ વગાડતા હતા. અમદાવાદમાં કેટલાક લોકો ફટાકડા પણ ફોડતા હતા તો કેટલાક લોકો ઢોલના તાલે રસ્તા પર ડાન્સ કરતા હતા. કેટલીક મહિલાઓ રસ્તા પર ગરબે રમી જોવા મળી હતી. આ બધું જોતા જ પીએમ મોદીએ તાત્કાલિક ટ્વીટ કરવું પડયું.

PM મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે,આજનો જનતા કર્ફ્યુ રાત્રે 9 વાગ્યે સમાપ્ત થશે પણ તેનો મતલબ એવો નથી કે આપણે ઉજવણી શરુ કરી દઈએ.આને સફળતા ન માનતા. આ લાંબી લડાઈની શરૂઆત છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત તેમજ દેશમા દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસ વધી રહયા છે. આજે સુરતમાં એક વૃદ્ધનુ સારવાર દરમિયાન મોત પણ થયું છે.

લોકો આજે બધું ભૂલીને ફક્ત મોજ-મસ્તી કકરવા રસ્તા પાર આપીને કોરોના ને આમંત્રણ આપી રહયા છે. પીએમ મોદીએ લોકોને ભેગા ન થવા અપીલ કરી છે જયારે લોકો તો રસ્તા પર રેલી કાઢી રહયા છે.કોરોના એક દિવસના કર્ફ્યુ થી અટકી જાય તેમ નથી. આના માટેની લડાઈ લાંબી છે એટલે લોકોએ આવા કૃત્યો ફરી ન કરવા જોઈએ.