ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા હુમલા ની ચારો તરફ ચર્ચા ચાલી રહેલી છે. એવામાં આ મામલામાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા NRI વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જૂની હોસ્ટેલમાંથી નવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ને શિફ્ટ કરવામાં હોવાની જાણકારી સામે આવી છે. તેની સાથે ગુરુવાર સુધી NRI વિદ્યાર્થીઓ શિફ્ટ કરી દેવાશે. વિદ્યાર્થીઓના શિફ્ટિંગ ની પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવશે. તેની સાથે NRI વિદ્યાર્થીઓની સુરક્ષા ને ધ્યાનમાં લઇને જરૂરી નિર્ણય લેવાઈ રહ્યા છે. આ મામલામાં એક કમિટીની રચના કરાઈ છે. તેના દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારના હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ પઢી રહ્યા હતા. તે સમયે શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં આવી વિદેશી વિદ્યાર્થીઓને નમાઝ ન પઢવા નું કહેવામાં આવ્યું હતું. તે દરમિયાન એક નમાઝી એ ઉભા થઇ વાત કરનાર વ્યક્તિ ને લાફો મારી દીધો હતો તેના લીધે મામલો ઉગ્ર બન્યો હતો. જ્યારે આ ઘટનાનો વિડીયો પણ રહેલો છે.
તેની સાથે અહીં આવેલા લોકો દ્વારા નારા લગાવીને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે આ ટોળા દ્વારા તેમના રૂમમાં અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી..તેના પછી આ લોકો વિદ્યાર્થી ઓ ના રૂમ સુધી પહોંચી ગયા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓને માર-મારી રૂમ મા તોડફોડ પણ કરી હતી. વાહનોમાં તોડફોડ કરી પથ્થરમારો પણ કરાયો હતો. આ ઘટનામાં પાંચ વિદેશી વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધી હોસ્ટેલ પર સિક્યુરિટી સ્ટાફ અને પોલીસે બંદોબસ્ત વધારી દેવામાં આવ્યું છે. જ્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ ને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહેલી છે. આ ઘટનામાં પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.