AhmedabadGandhinagarGujaratNorth Gujarat

ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનો થાળી લઈને તીડ લઈને તીડ ભગાડતો વિડીયો વાઇરલ, લોકોએ કેવી મજાક ઉડાવી જુઓ

ગુજરાતના ખેડૂતો હાલ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.રાજસ્થાનમાંથી બનાસકાંઠામાં તીડનું એક ઝૂંડ ઘૂસ્યું હતું.ગઈકાલે બીજું ઝૂંડ પણ ખેડતો પર ત્રાટક્યું છે. પાકિસ્તાનથી બે ઝૂંડ કચ્છમાં ત્રાટક્યા છે. કચ્છથી લઈને ઉત્તર ગુજરાતમાંતીડથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના 5 જિલ્લામાં હાલ તીડનો આતંક છે.લોકો હાલ તીડથી બચવા ચીલાચાલુ ઉપાયો કરી રહ્યાં છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી નો એક વિડીયો વાઇરલ થયૉ છે.

તાજેતરમાં જ સરકારે શિક્ષકોને ઢોલ વગાડીને તીડ ભગાડવાનો આદેશ કર્યો છે જેની હાલ સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઇ રહી છે.એવામાં આજે ભાજપ પ્રમુખ થાળી વગાડીને તીડ ભગાડતાં નજરે આવ્યા છે. લોકો થાળીવાળો વિડીયો જોઈને કહે છે કે, આમ બનશે ભારત વિશ્વગુરુ? થાળી વગાડીને તીડ ભગાડો છો અને વાતો બુલેટ ટ્રેનની..!

ઉલ્લેખનીય છે કે ગઈકાલે કૃષિમંત્રી આર.સી ફળદુ પણ આ મુદ્દે કોઈ જવાબ આપી શક્યા નહોતા.તેમણે કહ્યું કે હેલીકૉપટર થી દવા છાંટવી શક્ય નથી. ખેડબ્રહ્મા વિસ્તારમાં કરોડોની સંખ્યામાં તીડના આક્રમણથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તીડને ભગાડવા માટે ઢોલ- નગારા વગાડીને લોકો પ્રયાસ કરી રહ્યા છે.

Related Articles