ઓમકારેશ્વરમાં હોડી પલટી ખાતા ભાવનગરનો ગુજરાતી પરિવાર ડૂબ્યો, એક બાળકનું મોત, એક વ્યક્તિ ગુમ
ઓમકારેશ્વરમાં નર્મદા નદીથી મોટી ઘટના સામે આવી છે. ખંડવા જિલ્લાના ઓમકારેશ્વરમાં ભારે પવન અને વરસાદના લીધે નર્મદા નદીમાં પ્રવાસીઓથી ભરેલી એક બોટે પલટી ખાધી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ બોટમાં સવાર ભાવનગરના પરિવારના છ લોકો પણ ડૂબી ગયા હતા. પરંતુ ઘટનાસ્થળ પર હજાર તરવૈયાઓ દ્વારા ચાર લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પરંતુ, કમનસીબે બે વર્ષના દક્ષ નામના બાળકનો જીવ બચાવી શકાયો નહોતો. જ્યારે હજુ પણ એક વ્યક્તિ ગુમ હોવાની જાણકારી સામે આવી છે.
ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર કાર્તિક બેલડિયા અને તેમના સાળાનો પરિવાર પ્રાઈવેટ વાહન લઈને ત્રણ દિવસ અગાઉ ફરવા માટે ગયો હતો અને તે મધ્યપ્રદેશ પહોંચ્યો હતો. આ પરિવાર સૌથી ઈન્દોરના ગયો હતો. ત્યાંથી ઉજ્જૈન મહાકાલના દર્શન કરવામાં આવ્યો ગયો હતો. ત્યારબાદ આ લોકો ઓમકારેશ્વરના પહોંચી ગયા હતા. ઓમકારેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ આ તમામ લોકો સાંજે સાડા ચાર વાગ્યાની આજુબાજુ નર્મદા નદીમાં બોટીંગ કરવા માટે ગયેલો હતો. તે સમયે બોટનું બેલેન્સ બગડતા બોટે પલટી ખાધી હતી. તેના લીધે બોટમાં સવાર છ લોકો અચાનક ડૂબવા લાગ્યા હતા. જેમાં ચાર લોકોનો જીવ સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતા. જ્યારે બે વર્ષના બાળકને સારવાર માટે લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો. જ્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર કાર્તિક બેલડિયા લાપતા થતા તેમની શોધખોળ શરુ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ઓમકારેશ્વરમાં હોડી ડૂબવાની ઘટના સામે આવી છે. એવામાં હોડીમાં સવાર રશ્મિન હિંમતલાલ વ્યાસ, નિકુંજ રશ્મિ વ્યાસ, વાણી નિકુંજ વ્યાસ, દક્ષ નિકુંજ વ્યાસ, ડિંકલ કાર્તિક બેલડિયા અને કાર્તિક બેલડિયા નદીમાં ડૂબવા લાગ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં રશ્મિન વ્યાસ, નિકુંજ વ્યાસ, વાણી વ્યાસ, અને ડિંકલ બેલડિયાનો જીવ બચી ગયો છે. જ્યારે દક્ષ નિકુંજ વ્યાસનું ડૂબી જવાના લીધે કરુણ મોત નીપજ્યું છે. જ્યારે કાર્તિક બેલડિયા ગુમ રહેતા તેમની શોધખોળ શરુ કરવામાં આવી છે.