GujaratIndiaNews

ગુજરાતમાં ચીનના કારણે ગધેડાઓની સંખ્યા ધરખમ ઘટાડો, જાણો આ પાછળનું વિચિત્ર કારણ,

તમે કદાચ એ વાતથી અજાણ હશો કે ગધેડીનું દૂધ છે જે દુનિયાનું સૌથી મોઘું દૂધ છે.જો આપણે ગધેડીના દૂધના લિટરનો ભાવ જોઈએ તો ૫ થી ૭ હજાર રૂપિયે લીટર મળે છે.માહિતી અનુસાર જણાવીએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળતા હાલારી ગધેડાની પ્રજાતિના દૂધની ભારે માંગ છે.પરંતુ હવે રાજ્યમાં ગધેડાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે.

આ પાછળનું કારણ ચીન હોવાનું સંકેત આપવામાં આવી રહ્યા છે.બ્રુક ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર તેમણે અમુક કારણો પણ દર્શાવ્યા છે,જેમાં ગધેડાને ચરવા માટેની અપૂરતી જમીન,ચોરી અને ગેરકાયદેસર કતલ આ કારણો હોવાનું પણ જણાવ્યુ છે.માહિતી અનુસાર જણાવી તો ગુજરાત એક એવું રાજ્ય છે જે ઉપરના ૩ રાજ્યોમાંનું એક છે જ્યાં ગધેડાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે.

જો આંકડા અનુસાર જાણીએ તો રાષ્ટ્રીય સરેરાશ ૬૧.૨૩ % ના ઘટાડા કરતા વધુ છે.વધુમાં જણાવી તો આંકડા અનુસાર ગુજરાતમાં ગધેડાની સંખ્યામાં ૭૦.૯૪ % ઘટાડો થયો છે.ગુજરાતમાં ગધેડાની વસ્તી ૨૦૧૨ માં ૩૯,૦૦૦ હતી તે ઘટીને છેલ્લા બે વર્ષમાં ૧૧,૦૦૦ થઈ ગઈ છે,૨૦૧૨ અને ૨૦૧૯ ની પશુધન ગણતરી દરમિયાન ગધેડાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગધેડાઓની સંખ્યા ઘટવા પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચીનને જવાબદાર ઠેરવવામાં આવે છે.જો વધુમાં જણાવીએ દેશના કેટલાક ભાગોમાં ગધેડાના માંસની ખૂબ માંગ છે,કારણ કે તે સ્વાસ્થ્ય માટે લાભ થતા હોવાનું માનવામાં આવે છે.આ પણ એક કારણ હોય છે,જેના કારણે ગધેડાની સંખ્યા ઘટી છે.