GujaratIndiaNews

ગુજરાતના આ 3 મોટા હાઇવે વેચી દેવામાં આવશે ? હાઇવે ઓથોરીટીએ કરી છે તૈયારીઓ ? જાણો સમગ્ર માહિતી

દેશના આર્થિક વિકાસમાં વાહનવ્યવહારનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલ છે.આ સિવાય ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ જેવી સુવિધાઓ વાહનવ્યવહારથી શક્ય બને છે.માટે વાહનવ્યવહાર જેટલો વધુ બને એનાથી આર્થિક વિકાસ મજબૂત બને છે.અને દેશમાં અત્યારે ઠેર-ઠેર નવા રોડ બની રહ્યા છે,

હવે વાત કરીએ તો લોકોને વાહન વ્યવહારની તમામ સુવિધાઓ મળી રહે તે અર્થે સરકાર નવા-નવા હાઇવે બનાવે છે પરંતુ એ જ હાઇવે બનાવી સરકાર વેચે અને કમાણી કરે તો તે યોગ્ય છે ? તો ચાલો વધુ વિગતે જાણીએ.પૈસા ભેગા કરવા માટે સરકાર અમુક હાઈવે વેચવાનું પ્લાનિંગ બનાવી રહી છે.

હાઇવે બનાવનાર કંપનીને ટાંકીને ૧૫ વર્ષ સુધીના કન્સેશન સમયગાળો પૂર્ણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( NHAI) ને આ હાઈવે પરત આપવામાં આવ્યા હતા.આ ત્રણેય હાઈવે ૬ લેનના છે.સૂત્રોના જણાવ્યા અનુસાર,ગુજરાતમાં ૩૭૭ કિમીની લંબાઇ સાથે આ ત્રણ પ્રોજેક્ટ્સ વેચી શકે છે,જેનાથી ૧૮ થી ૨૦ હજાર કરોડ એકઠા થઈ શકે છે.

સમાચાર અનુસાર આ ત્રણ હાઈવે વડોદરા-ભરૂચ,ભરુચ-સુરત અને સુરત-દહિસરના આ હાઇવે છે.આ ત્રણ હાઇવેની ટોલ આવક અંદાજિત ૧,૭૦૦ કરોડ હોવાનું જાણવા મળ્યું છે.નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બિલ્ડ,ઓપરેટ એન્ડ ટ્રાન્સફર ટોલ પર આ હાઈવે બનાવવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર,સરકારી એજન્સી અને ખાનગી કંપનીઓને ધ્યાનમાં રાખી બોલ્ડ,ઓપરેટર અને ટ્રાન્સફર ટોલ પ્રોજેક્ટ્સનું વધુ સારી રીતે સંચાલન કરી શકાય છે આ માટે આ સફળ ઉદાહરણ છે.