સુરતમાં પાડોશીથી ટામેટું માંગવું પડ્યું ભારે, બદલામાં મળ્યું મોત
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના લસકાણા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં જાણકારી મળી છે કે, ટામેટા માંગવાની બાબતમાં જ બંને પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જોત-જોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપધારણ કરી લીધું હતું. જેમાં ટામેટા માંગવા આવનાર યુવકને ચપ્પુના ઘા મારવા આવતા તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
આ મામલાને લઈને જણાવી દઈએ કે, મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અને લસકાણા બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં ભાડાની રૂમમાં રહેનાર 40 વર્ષીય બિઘાધરા પાંડવ શ્યામલનો 26 મી રાત્રીના તેના પડોશીમાં રહેનાર કાળુગુરુ સંતોષગુરુ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં હત્યારા દ્વારા ચપ્પુના બે ઘા મારવામાં આવ્યા હતા. તેના લીધે પાડોશી બિઘાધરાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. બિધાધરા અને કાલુગુરુ બને પાડોશી રહેલા હતા. એવામાં બિઘાધરાના ઘરે રાત્રીના સમયે મહેમાન આવ્યા હતા. તેના લીધે પાડોશમાં રહેનાર કાલુરામને ત્યાં ટામેટા માંગવા માટે ગયા હતો. પરંતુ રાત્રિના સમયે કાલુગુરુ દ્વારા પોતાના ઘરનો દરવાજો ખોલવામાં ના આવતા બિઘાધરા ત્યાંથી ઘરે પરત આવી ગયા હતા.
તેમ છતાં સવારના રાત્રીના સમયે દરવાજો ન ખોલવા બાબતમાં બિઘધરા અને કાલુગુરુ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. કાલુગુરુ દ્વારા બિઘાધરાને ટામેટા માંગવા કેમ આવ્યો તેવું કહી રકઝક કરવામાં આવી હતી. તે દરમ્યાન ઉશ્કેરાયેલ કાલુગુરુ દ્વારા બીધાધરાને પેટના ભાગમાં ચપ્પુ ના ઘાર મારી દેવામાં આવ્યા હતા. એવામાં બીધાધરાને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મહત્વની વાત એ છે કે, હત્યારો કાલુગુરુ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો રહેલો છે. મૃતક અને હત્યારો બન્ને સંચા મશીનમાં મજૂરીકામ કરી જીવન પસાર કરતા હતા. આ મામલામાં સરથાણા પોલીસ દ્વારા હત્યારા કાળુગુરુ સંતોષગુરુને ઝડપી પાડી વધુ તપાસ શરુ કરી છે.