દુબઈ-મુંબઇને કર્મસ્થળ બનાવનાર ગોંડલની હેલીન શાસ્ત્રીએ રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં એટીએસ અધિકારીની ભૂમિકા ભજવીને આ ક્ષેત્રમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ફિલ્મમાં તેનું નામ માલવિકા ગુપ્તા છે.
હેલીને કહ્યું કે તેનો ઉછેર ગોંડલમાં માતા-પિતાની છત્રછાયા હેઠળ થયો છે. તેમણે પ્રાથમિક શિક્ષણ ગોંડલની સેન્ટ મેરી સ્કૂલમાંથી મેળવ્યું. તે પછી, મુંબઇ-દુબઈને તેમનું કાર્યસ્થળ બનાવ્યું. નાનપણથી જ અભિનયના શોખીન હોવાથી તેણે પહેલા જાહેરાતની ફિલ્મો અને ત્યારબાદ સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.
આ સમય દરમિયાન સૂર્યવંશી ફિલ્મની કાસ્ટિંગ શરૂ થઈ, તેથી તે ફિલ્મના લેખક અને નિર્માતાને મળી. ત્યારે અક્ષય કુમાર સાથે એટીએસ અધિકારી માલવિકા ગુપ્તાની ભૂમિકા આ ફિલ્મમાં મળી. હેલીન શાસ્ત્રીએ કહ્યું કે આ ફિલ્મમાં કામ કરનાર અક્ષય કુમાર સિવાય રણવીર સિંહ અને જાવેદ જાફરી સહિતના અન્ય કલાકારો સાથે સારી દોસ્તી થઇ ગઈ. તેની સાથે વિતાવેલ પળો યાદ આવશે.