વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટના બાદ પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આ મામલામાં પોલીસ દ્વારા 57 દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને ચાર્જશીટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં ભાગીદારો મળીને 20 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ત્રણ હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.
વડોદરાના હરણી તળાવમાં બનેલ દુર્ઘટનાના બનાવમાં પોલીસ કમિશનર દ્વારા રચવામાં આવેલ સિટ દ્વારા 58 દિવસની તપાસ બાદ 2819 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ છે. હરણી લેકઝોન ખાતે 18 જાન્યુઆરીના રોજ વાઘોડિયા રોડની ન્યુ સનરાઇઝ સ્કૂલના પિકનિક પર ગયેલા બાળકોની બોટ પલટી ખાતા ૧૨ બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઇઝરનું આ ઘટનામાં મૃત્યુ નીપજ્યું હતું.
તમને જણાવી દઈએ કે, પોલીસ કમિશનર અનુપસિંહ ગેલહોત દ્વારા એડિશનલ કમિશનર મનોજ નિનામાના અધ્યક્ષપદે અને ડીસીપી પન્ના મોમાયાના સુપરવિઝન હેઠળ સિટની રચના કરાઈ હતી. આ મામલામાં ફરિયાદમાં 18 આરોપીઓના નામો રહેલા હતા. કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં તેમની પાસે આરોપીઓના પુરતા નામ-સરનામા રહેલા નહોતા. આ પૈકી હિતેશ કોટિયા નામના એક આરોપીનું મૃત્યુ નીપજ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. સિટ દ્વારા કુલ 20 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલમાં જેલમાં રહેલા છે.
આ સિવાય આ સિટ દ્વારા બનાવવામાં આવેલ ચાર્જશીટમાં 433 સાક્ષીઓના નિવેદન, બોટનો બોયેન્સી ટેસ્ટ ફોરેન્સિક સહિતના નિષ્ણાંતોના રિપોર્ટ્સ, પંચનામા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આધુનિક સાધનોથી તળાવની ઉંડાઇ માપણી જવા પુરાવા સાથે કુલ 2919 પાના રજૂ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વાઘોડિયાની સનરાઇઝ સ્કૂલ ના બાળકો રહેલા હતા. જ્યારે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા