VadodaraGujarat

વડોદરા હરણી દુર્ઘટના કેસમાં DEO દ્વારા શાળા સંચાલકોને બચાવવાનો કરાયો પ્રયાસ, હજુ સુધી નથી કરાઈ કોઈ કાર્યવાહી

વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના કેસને લઈને સતત નવી-નવી જાણકારી સામે આવી રહી છે. તેની સાથે આ દુર્ઘટનામાં શાળા સંચાલકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલામાં DEO દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી છે. DEO દ્વારા માત્ર નોટિસ પાઠવીને સંતોષ માનવામાં આવ્યો છે. તેમ છતાં શાળા સંચાલકો દ્વારા પોતાના જવાબમાં પરવાનગી ન લીધી હોવાની કબૂલાત કરવામાં આવી છે.

શાળાના પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે, નજીકમાં પ્રવાસ હોવાના લીધે પરવાનગી લેવા નું યોગ્ય લાગ્યું નહોતો. DEO દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શાળા સંચાલકો દ્વારા પ્રવાસ અંગે કોઈને જવાબદારી સોંપવામાં આવી હતી કે, કેમ તેની તપાસ કરવામાં આવશે. હવે પછી જો કોઈ શાળા નિયમોનું ઉલ્લંઘન કરશે તો ચોક્કસ પગલાં લેવાની બાંહેધરી આપીએ છીએ. વધુમાં તેમને જણાવ્યું કે, તપાસ ચાલી રહી છે, જે પણ સામે આવશે તેમાં જોગવાઈ મુજબ તથા યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.

તમને જણાવી દઈએ કે, હાઈકોર્ટમાં આ મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, દુર્ઘટના બાદ નિંદ્રામાંથી તંત્ર જાગે છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે, મહાપાલિકા કોન્ટ્રાક્ટ આપીને ઉંઘી ગઈ હતી? તેની સાથે કોર્પોરેશનના અધિકારી ને પણ સરખા ભાગે જવાબદાર ગણાવવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બનાવ બન્યો તે પહેલા શું કર્યું હતું તે જાણવામાં જ રસ રહેલ છે. કોર્પોરેશનનું કોઈ સુપરવિઝન ન હોવાનું કોર્ટ તારણ કાઢવામાં આવ્યું હતું. અંતે આ મામલામાં વડોદરા મહાપાલિકાને નોટિસ આપવામાં આવી છે.