India

હરભજન સિંહએ જે જાહેરમાં કહ્યું એ જાણીને તમને લાગશે નવાઈ, શું ખરેખર યુઝ એન્ડ થ્રો કરવામાં આવ્યું?

પોતાના સમયમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખિલાડી રહેલ હરભજન સિંહ સાથે 2011ના વર્લ્ડ કપ પછી જેવો વ્યવહાર કરવામાં આવ્યો એને લીધે તેઓના મનમાં ખૂબ દુખ હતું. પોતાની સાથે થયેલ વ્યવહારને લઈને તેમનું દુખ તેઓ ત્યારે જાહેર કરે છે જ્યારે એક યુટ્યુબ ચેનલ સાથે તેમણે બધી વાત કરી.

યુટ્યુબ ચેનલ બેકસ્ટેજ વિથ બોરિયા પર વાતચીત દરમિયાન હરભજન સિંહનું દર્દ સામે આવ્યું. તેણે જણાવ્યું કે કેવી રીતે તેને અને તેના સાથી ખેલાડીઓ યુવરાજ સિંહ, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરએ તેમનો ઉપયોગ કર્યો.

હરભજન સિંહે કહ્યું, ‘તમે જાણો છો કે તે અધિકારીઓ (BCCI અધિકારીઓ) શું કરી રહ્યા હતા, તે સમયે ભારતીય ક્રિકેટમાં શું ચાલી રહ્યું હતું અને કેવી રીતે અન્ય લોકોની અવગણના કરવામાં આવી રહી હતી. તેણે કહ્યું- ‘જો અમે 2011માં વર્લ્ડ કપ જીતવા માટે પૂરતા સારા હતા, તો પછી અમે એક પણ મેચ કેમ ન રમ્યા? શું તે ટીમ વિશ્વ કપ જીતવા અને પછી ખરાબ જવા માટે પૂરતી સારી હતી?

હરભજન સિંહ આગળ જણાવે છે કે, ’31 વર્ષના હરભજન, 30 વર્ષના યુવરાજ સિંહ, 32 વર્ષના વીરેન્દ્ર સહેવાગ, 29 વર્ષના ગૌતમ ગંભીર, તેઓ 2011માં રમ્યા હતા, શું તે 2015ની વર્લ્ડ કપ ટીમમાં રમવા માટે યોગ્ય નહોતા? તેમણે એક એક કરીને ટીમમાંથી કેમ હટાવવામાં આવ્યા? તેમની સાથે યુઝ એન્ડ થ્રો એટલે કે વાપરો અને ફેંકી દો એવો વ્યવહાર કરવામાં આવ્યો છે?

હરભજન સિંહે કહ્યું, ‘આ ભારતીય ક્રિકેટની દુઃખદ વાત છે. મને ખબર નથી કે હવે શું થઈ રહ્યું છે. પરંતુ 2011 સુધી ઘણા લોકોએ મને મદદ કરી, ઘણાએ મારો પગ ખેંચ્યો. પરંતુ, 2012 પછી, તેઓએ મને સંપૂર્ણપણે બહાર કાઢવા માટે મારો પગ ખેંચ્યો. 2011માં હું 31 વર્ષનો હતો અને મેં 400 વિકેટ લીધી હતી. અને 31 વર્ષનો છોકરો રાતોરાત 400 વિકેટ લઈ શકતો નથી. તેણે કંઈક સાચું કર્યું હશે.

નોંધનીય છે કે ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહ ‘ભજ્જી’ એ હાલમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. હરભજન સિંહે ભારતીય ટીમ સાથેની 23 વર્ષની લાંબી સફરનો અંત લાવતા પહેલા બે વર્લ્ડ કપ જીત્યા અને 700થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ પોતાના નામે કરી. હરભજન સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ઘણી શાનદાર રહી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે