AhmedabadGujarat

ડમીકાંડમાં કેસ મામલે હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન

રાજ્યમાં હાલ ડમી કાંડ કેસ ખૂબ ચર્ચામાં છે. તેને લઈને દરરોજ કોઈના કોઈ માહિતી સામે આવી રહી છે. એવામાં ડમી કાંડ કેસમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમને યુવરાજસિંહ જાડેજાને લઇ નિવેદન આપતા કહ્યું છે કે, રાજ્યના યુવાનો જે જાણકારી આપે તેના પર પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. યુવરાજની જાણકારી પર કામગીરી કરાઈ રહી છે. યુવરાજ સિંહે પ્લાન મુજબ રકમ મેળવી નામ જાહેર ન કર્યા તે પણ ગંભીર બાબત છે. યુવરાજસિંહે જે પુરાવા આપ્યા એ પુરાવાના આધારે પોલીસ દ્વારા કામ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સીસીટીવી સાથે રજૂ કરવામાં આવ્યા છે.

તેની સાથે વધુમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, યુવરાજના નામ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે આગળના  દિવસોમાં ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે. આ કાંડમાં કોઈને પણ છોડવામાં આવશે નહિ. જાણકારી પ્રાપ્ત કરી કામગીરી કરાશે. સાચી જાણકારી મળશે તો કામગીરી હાથ ધરાશે. સેટલમેન્ટ કરીને જાણકારી આપશો તો કામગીરી કરવામાં આવશે પરંતુ તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

તેની સાથે પોલીસ દ્વારા પુરાવા પર કામ કરવામાં આવ્યું છે અને પોલીસે CCTV પણ રજૂ કર્યા છે. ડમીકાંડમાં મામલામાં કોઈને પણ છોડવામાં આવશે નહીં. આરોપીઓનું નામ કેમ છૂપાવ્યું તે પણ તપાસનો વિષય રહેલો છે. ડમીકાંડનો મુદ્દો રાજકારણ સાથે જોડાયેલ નથી. ભવિષ્યમાં પણ કોઈ જાણકારી આપશે તેના પર પણ તપાસ હાથ ધરાશે.

આ સિવાય ગુનેગારોનું નામ કેમ છૂપાવવામાં આવ્યું તે પણ તપાસનો વિષય રહેલો છે. આ સિવાય યુવરાજ છીએ રાજનીતિ રમાઈ રહી છે તેવો પણ આરોપ લગાવ્યો હતો. એ બાબતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ વિષય રાજકારણ સાથે જોડાયેલ નથી. તેઓ આપના નેતા છે તેમના દ્વારા અપાયેલી જાણકારી પર કામગીરી કરી છે. આગળ પણ જાણકારી આપશે તો કામગીરી હાથ ધરવામાં આવશે.