હર્ષ સંઘવીએ રિલ્સ બનાવતી ગુજરાતની દીકરીઓને લઈને કહી મોટી વાત…..
સુરતમાં પોલીસ તંત્ર દ્વારા અડાજન સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 2.0 અભિયાન લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સાઈબર ક્રાઈમથી હેરાન થનારા લોકો માટે મોટું નિવેદન આપ્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાયબર સંજીવની કાર્યક્રમ સરકારી કાર્યક્રમ રહેલ નથી પરંતુ સાયબર ફ્રોડ સામેની લડાઈનો કાર્યક્રમ રહેલો છે. વધુમાં તેમને જણાવ્યું કે, પોલીસની નેગેટિવ વાતો કરનારાઓને સુરત પોલીસના કાર્યક્રમની વિગતો જાણકારી આપજો. તેમણે જણાવ્યું કે, ઘરના સભ્યો, પરિચિતોને સાયબર ફ્રોડની જાણકારી આપજો તેમજ દીકરીઓ રિલ્સ બનાવે તેમાં કંઈ ખોટું નથી પરંતુ તેમની સેફિટીનું ધ્યાન રાખવું જરૂરી છે.
હર્ષ સંઘવી દ્વારા વધુમાં જણાવ્યું કે, ઘરના પરિવાજનો તેને સમજાવો અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારે નહીં. તેની સાથે ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો તેનાથી ભયભીત થવાની જરૂર નથી. શરમમાં ન્બા રહેશો અને નજીકના પોલીસ સ્ટેશનનો તમે સંપર્ક કરો. વધુમાં જણાવ્યું કે, ભૂલ કોઇથી પણ થઇ શકે અને આવા કિસ્સામાં અરજદારનું નામ જાહેર કરવામાં નહીં આવે. જ્યારે કેટલાક લોકો બદનામીના લીધે આગળ આવતા નથી.