Ahmedabad

હવામાન વિભાગની આગાહી : અમદાવાદીઓ છત્રી-રેઇનકોટ તૈયાર કરી નાખો,આ દિવસે આવી રહ્યા છે મેઘરાજા..

એકબાજુ રાજ્ય સહિત આખો દેશ કોરોનાની મહામારીથી પીડાઈ રહ્યો છે જેને પગલે રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.તો આ જ દરમિયાન હવામાન વિભાગે આગાહી વરસાદ અને ચોમાસા અંગે આગાહી વ્યક્ત કરી છે. આગાહી કરતાં હવામાન વિભાગે જણાવ્યુ છે કે, અમદાવાદમાં આગામી બુધવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને 4-5 જૂનના વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે.

અહી ઉલ્લેખનીય છે કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રીતસરનો પ્રારંભ થઇ ગયો છે અને જેના પગલે હવામાન વિભાગે હવામાન અંગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. અને આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો થવાની કોઇ જ સંભાવના દેખાતી નથી.’

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 42 ડિગ્રીને પાર રહ્યું હતું એટલે કે ગરમીનો પારો હવે ઊંચકાયો છે. જોકે, હવે આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીમાં તબક્કાવાર રીતે ઘટાડો થતો જશે એવું હવામાન વિભાગ ધ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ ધ્વારા જણાવ્યા અનુસાર તમને જણાવી દઈએ કે આગામી રવિવારથી બુધવાર દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત તાપમાન ઘટીને 39 ડિગ્રી સુધી જઇ શકે છે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે અમદાવાદમાં ગુરુવાર-શુક્રવાર દરમિયાન વરસાદની પણ સંભાવના છે.

તો બીજી બાજુ નોધનીય બાબત એ છે કે કાલે અમદાવાદમાં 41.7 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે સુરેન્દ્રનગર એ 41.8 ડિગ્રી સાથે રાજ્યનું ‘હોટેસ્ટ સિટી’ બન્યું હતું. રાજ્યમાં આની વિસ્તારના તાપમાનની વાત કરીએ તો ડીસામાં 40.2, ગાંધીનગર-રાજકોટમાં 41, આણંદમાં 40.2, વડોદરામાં 40, સુરતમાં 35.6, અમરેલીમાં 40, ભાવનગરમાં 39.5, દીવમાં 35, ભૂજમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.