માતા પિતાની વિરુદ્ધ જઈને વિધર્મી સાથે નિકાહ કરવા પડ્યા ભારે

આજની યુવા પેઢી પ્રેમમાં આંધળા બનીને પરિવારની વિરુદ્ધ જઈને લે તો કરી લે છે પરંતુ ઘણા કિસ્સામાં પ્રેમ લગ્ન કર્યા પછી પસ્તાવાનો વખત આવતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરત શહેરમાં યુવતીએ પરિવારની વિરુદ્ધ જઈને વિધર્મી યુવક સાથે લગ્ન કર્યા હતા. અને પછી વિધર્મી યુવકે યુવતીનો જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવ્યો તેમજ યુવકના બે મોટાભાઈઓએ યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે હાલ ત લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે યુવતીએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, માતા-પિતાની વિરુદ્ધ જઈને યુવતીએ તેના પ્રેમી મુસ્લિમ યુવક સાથે નિકાહ કર્યા હતા. નિકાહ કર્યા પછી યુવક યુવતીને લઈને તેના ઘરે લઈ ગયો અને જ્યાં સંયુક્ત કુટુંબમાં સૌ રહેતા હતા. નિકહના બે મહિના સુધી યુવક અને તેના પરિવારજનોએ ખૂબ જ સારીરીતે વર્તન કર્યું હતું. પરંતુ ત્યારપછી યુવતીને મંદિરમાં નહિ જવાનું તેવું કહ્યું તેમજ પતિએ જબરજસ્તી કરીને યુવતીને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેમજ યુવતીને તેના સાસરિયાઓ કામને લઈને સતત માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. યુવતીએ જ્યારે આ વાતની જાણ કરતી તો પતિ પણ વાત સમજવાને બદલે તેને ખૂબ માર મારતો હતો.
યુવતીએ પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેનો પતિ જેલમાં હતો તે દરમિયાન તેના પતિના મોટાભાઈ જાવેદ અને આરીફ તેને ધાક-ધમકી આપતા હતા. તેમજ યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા હતા. આ વાતની જાણ જ્યારે યુવતીએ તેના સાસુ સસરાને કરી તો તેમને કહ્યું કે અમરામતો આ બધું ચાલતું રહે છે. બંને જેઠ અવારનવાર દુષ્કર્મ આચરતા હોવાથી યુવતી પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. તે દરમિયાન પતિ જેલમાંથી બહાર આવ્યો અને તેને આ વાતની જાણ થઈ તો તેણે કહ્યું કે આ બાળક.મારું નથી માટે તું એબોશન કરાવી લે. જોકે, યુવતીએ તેના પતિની આ વાતને નકારી કાઢી હતી. ત્યારે પતિએ ગુસ્સે થઈને યુવતીને માર માર્યો હતો.
નોંધનીય છે કે, પતિ અને સાસરિયાઓ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે યુવતીએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે યુવતીના ફરિયાદના આધારે ગનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.