સુરતમાં હીટ રનની ઘટના, કારચાલકે BRTS ના રૂટમાં કાર ચલાવી છ બાઈકચાલકોને અડફેટે લીધા, ચાર ઈજાગ્રસ્ત
ગુજરાતમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે તેમાં વધારો થયો છે. આજે સુરતમાં થયેલ અકસ્માતે અમદાવાદની યાદ જીવંત કરી દીધી છે. સુરતના કપોદ્રા વિસ્તારમાં સ્નેહ મુદ્રા સોસાયટી પાસે એક સ્વીફ્ટ કાર ચાલક દ્વારા છ બાઈક ચાલકને અડફેટે લેવામાં આવ્યા હતા. જેમાં બાઈક ચાલકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા કાપોદ્રા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી છે.
અમદાવાદના ઈસ્કોન બ્રિજમાં જેવો અકસ્માત સર્જાયો હતો તેવો જ સુરતના કપોદ્રા વિસ્તાર સર્જાયો હતો. બીઆરટીએસ રુટમાં બેફામ સ્વીફ્ટ કાર ચલાવીને અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ સાજન પટેલ હોવાની જાણકારી સામે આવી છે. સાજન પટેલ સુરતના ઉતરાણનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે સુરત રહેવાસી છે અને કાર લે-વેચનો ધંધો કરે છે. એવામાં સાજન પટેલે દારૂ પણ પીધેલો હતો. તેનો દ્વારા સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો.
તેની સાથે બાઈક ચાલકોને અડફેટે લેનાર સાજનને સ્થાનિક લોકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. સાજન દ્વારા પાંચ બાઈકોને અડફેટે લેવામાં આવી હતી. જ્યારે બીઆરટીએસ રુટ ખાનગી વાહનો માટે પ્રતિબંધિત હોવા છતા તેના દ્વારા સ્વીફ્ટ ગાડી ફૂલ ઝડપે ચલાવવામાં આવી હતી.
આ અકસ્માત ચાર ઈજાગ્રસ્ત બાઈક ચાલકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે લોકોને મંગલદીપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બે લોકોને પીપી મણિયા અને પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા કાપોદ્ધા પોલીસની ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા કારચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.