રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બનેલો છે. એવામાં વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવી ગયું છે. તેના લીધે વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી ભરાઈ ગયા છે.
તેની સાથે મંગલપાંડે રોડ, સમા ગામ અને સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા અને ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તંત્ર દ્વારા આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, સાંસદ, વિધાનસભા દંડક, ધારાસભ્યો સમગ્ર રાત્રીના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસી સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ પર 32 ફૂટ પર પહોચી ગઈ છે. સમા હરણી બ્રિજ પર 40.83 ફૂટ, અકોટા બ્રિજ પર 36 ફૂટ અને મંગલ પાંડે બ્રિજ પર 35 ફૂટ પર પહોંચી ગયેલ છે.
તેની સાથે ભારે વરસાદના વડોદરામાં આજે 27 ઓગસ્ટ 2027 ના રોજ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સ્કૂલ સંચાલકોને પરિપત્ર મોકલી સ્કૂલમાં રજા આપવા સૂચના આપવામાં આવી છે. તેમાં આજે પણ વડોદરામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, વિશ્વામિત્રી નદીની સપાટી 32 ફૂટ પર પહોંચી ગયેલી છે. વડોદરામાં ભારે વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વડોદરા ટ્રાફિક એસીપી, એમ એસ યુનિ તેમજ ફતેગંજ નરહરિ હોસ્પિટલમાં વિશ્વામિત્રી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મ્યુનિસિપલ કમિશનરના બંગલામાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વુડા સર્કલ નજીક વિશ્વામિત્રી બ્રિજ પર પાણી ફરી વળ્યાં છે. વિશ્વામિત્રી નદીના પાણી સયાજી હોસ્પિટલમાં ગરકાવ થયેલ છે. એવામાં વડોદરામાં વરસાદને લઈને દયનિય સ્થિતિ બની છે.