જુનાગઢના સુત્રેજા ગામમાં 14 કલાકથી પાણીમાં ફસાયેલા બે યુવકનું હેલિકોપ્ટરથી કરાયુ રેસ્ક્યૂ
રાજ્યમાં હાલ સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. એવામાં જૂનાગઢમાં પણ છેલ્લા થોડા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. તેની વરસાદી માહોલ બનતા જુનાગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ જુનાગઢમાં વધુ વરસવાની આગાહી કરવામાં આવી છે. તેની સાથે વરસાદી પાણી ભરાતા જૂનાગઢના માંગરોળના સુત્રેજા ગામમાં બે લોકો ફસાઈ ગયા હતા. આ બે લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
બીજી તરફ ખત્રીવાડા ગામમાં સગર્ભા મહિલાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારે માંગરોળના સુત્રેજા ગામમાંથી 2 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહીં 2 વ્યક્તિઓ પાણીના વહેણમાં ફસાઈ ગયા હતા. તેમ છતાં NDRF ની ટીમ બચાવ માટે પહોંચી ન શકતા હેલિકોપ્ટરના માધ્યમથી આ 2 વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, માંગરોળના સુત્રેજા ગામમાં 14 કલાકથી વધુ સમયથી આ બંન્ને વ્યક્તિઓ ફસાયેલા હતા. ત્યાર બાદ તેમને બચાવવાના પ્રયાસો પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા હતા. પરંતુ NDRFની ટીમ બચાવ માટે પહોંચી ન શકતા હેલિકોપ્ટરના માધ્યમથી આ બે વ્યક્તિનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું. તેના લીધે રેસ્ક્યુ હેલિકોપ્ટરના માધ્યમથી કરાયું હતું. તેનો વીડિયો પણ સામે આવેલ છે.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા આજના દિવસે પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે. જ્યારે ભાવનગર અને ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તેના સિવાય આ સિવાય રાજકોટ, બોટાદ, પોરબંદર માટે યલો એલર્ટ આપવામાં આવેલ છે.