ગુજરાતમાં અઠ્ઠેગઠ્ઠે ચાલતી સરકાર: રૂપાણી પોતે લીધેલા નિર્ણયોમાં જ ફરી જાય છે, હવે હેલ્મેટ પાછું થશે ફરજીયાત
છેલ્લા કેટલાક સમયથી હેલેમટનો કાયદો કડક બનતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.પ્રસંગોમાં જવું હોય, નજીકમાં શાકભાજી લેવા જવું હોય કર મરણક્રિયામાં જવું હોય હેલ્મેટ પહેરવું લોકો માટે ખુબ જ મુશ્કેલ બન્યું હતું.ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ બાદ સરકાર ઝૂકી હતી અને શહેરમાં ફરજીયાત હેલ્મેટના કાયદામાં રાહત આપી હતી.જો કે આજે સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું તેમાં પરથી સ્પષ્ટ છે કે હેલ્મેટનો કાયદો ફરી ફરજીયાત થશે.
ગુજરાત સરકારના ફરજીયાત હેલ્મેટના કાયદાને હટાવવાથી સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી હતી અને ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો હતો.સીએમ રુપાણીએ આજે મીડિયા સાથે વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે હેલ્મેટના કાયદામાં હાલ છૂટ આપવામાં આવી છે તે હંગામી છે. રૂપાણીએ કહ્યું કે સરકારે આ કાયદો કાઢ્યો નથી સ્થગિત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારે 4 ડિસેમ્બરના રોજ રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિની જાહેરાત કરી હતી.શહેરી વિસ્તારમાં લોકોને હેલ્મેટને કારણે મુશ્કેલી પડે છે તેવી ફરિયાદોને ધ્યાનમાં લેતા સરકારે હાલ હેલ્મેટમાંથી રાહત આપવાનો નિર્ણય લીધો હતો.સરકારની જાહેરાત બાદ લોકોએ હેલ્મેટ પહેરવાનું લગભગ છોડી જ દીધું છે પણ આજના સીએમ રૂપાણીના નિવેદન ને ધ્યાનમાં લઈએ તો કહી શકાય કે ટૂંક સમયમાં હેલ્મેટ પહેરવું ફરીથી ફરજીયાત થશે.