Gujarat

હીરાબાના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો તબીબીએ શું જણાવ્યું….

PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને ગઈકાલના અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હીરાબાના હોસ્પિટલમાં દાખલ થતા જ પીએમ નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી તાત્કાલિક અમદાવાદ આવી ગયા હતા. જ્યારે અત્યારે હીરાબાની તબિયતમાં સુધારો હોવાનું હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારના પણ U N મહેતા હોસ્પિટલમાં ફરી એક વખત હીરાબાના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો થયો છે. ત્યારે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા ગઈકાલના હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ આજે નવું હેલ્થ બુલેટિન જાહેર કરાય તેવી શક્યતા રહેલી છે. નવી જાણકારી અનુસાર, હીરાબાની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. હીરાબાને સતત ડોક્ટરોના નિરીક્ષણમાં રાખવામાં આવી રહ્યા છે. હાલ હીરાબા UN મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે.

જ્યારે આજે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હીરાબાના ખબરઅંતર પૂછવા માટે યુએન મહેતા હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. તેઓએ હોસ્પિટલમાંથી નીકળીને જણાવ્યું હતું કે, હીરાબાની તબિયત ખૂબ જ સરસ રહેલી છે. જયારે તેમની તબિયતમાં ઝડપથી સુધારો થયો છે. એકાદ દિવસમાં રજા પણ આપવામાં આવશે. નોંધનીય છે કે, ગઈકાલના હીરાબાને દાખલ કરાયા બાદ સૌથી પહેલા ભુપેન્દ્ર પટેલ હોસ્પિટલમાં પહોંચવામાં આવ્યા હતા. તેઓ પ્રધાનમંત્રી હોસ્પિટલથી નીકળે ત્યાં સુધી રોકાયા પણ હતા.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે