SaurashtraGujaratRajkot

રાજકોટમાં હિટ એન્ડ રન ઘટના, વૃદ્ધાને મોતને ઘાટ ઉતારનાર કારચાલક પોલીસ સમક્ષ થયો હાજર

રાજકોટમાં થોડા દિવસો પહેલા હીટ એન્ડ રન ની ઘટના સર્જાઈ હતી. જ્યારે આ અકસ્માતનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે. અકસ્માત સર્જનાર કાર ચાલક જયેશ ડવેરા પોલીસ સમક્ષ હાજર થતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દ્વારા 11 જુલાઇના રોજ શહેરના કાલાવડ રોડ પર વૃદ્ધાને અડફેટે લેવામાં આવ્યા હતી. આ અકસ્માતમાં વૃદ્ધા ચાર કિલોમીટર સુધી કાર સાથે ઢસેડાવામાં આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું.

જાણકારી અનુસાર, રાજકોટના કાલાવડ રોડ પર હીટ એન્ડ રનની આ ઘટના સર્જાઈ હતી. વાહન ચાલક દ્વારા વૃદ્ધાને કણકોટ થી પ્રેમ મંદિર સુધીના ચાર કિલોમીટરના રસ્તા સુધી ઢસડેવામાં આવી હતી. આ ભયંકર ઘટનામાં વૃદ્ધાનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક વૃદ્ધા કચરો વીણવાનું કામ કરતી હતી. તેમનો એક દીકરો છે જે માનસિક રીતે અસ્થિર રહેલ છે.

અકસ્માતની ઘટનાને લઈને એક પ્રત્યક્ષદર્શી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટના કણકોટ રોડ પર એક ફૂલઝડપે એક અર્ટીગા કાર આવી હતી અને રોડની સાઇડમાં પુત્ર સાથે ચાલી રહેલા વિજ્યાબેન નામના વૃદ્ધાને અડફેટે લેવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કાર ઉભી રાખવાના બદલે કાર ચાલક ચાર કિ.મી. સુધી વિજ્યાબેન ને ઢસડીને લઇને ચાલ્યો ગયો હતો. આ ઘટના સમયે હાજર પુત્ર કારની પાછળ દોડ્યો હતો પરંતુ કાર ચાલક દ્વારા કાર ઉભી રાખવામાં આવી નહોતી. તેના લીધે ચાર કિ.મી. દૂર વૃદ્ધાનો મૃતદેહ ઘસેડાયો હતો.