Gujarat

ખેલૈયાઓ માટે મોટા સમાચાર: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસવડાને આપી સૂચના

નવરાત્રી 2023 ના ત્રીજા દિવસે, ગરબા ઉત્સાહીઓ માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આજથી પોલીસને ગૃહ વિભાગ તરફથી ગરબાના કાર્યક્રમો બંધ ન કરવા માટે મૌખિક સૂચનાઓ મળી છે, જેમાં ગરબામાં ભાગ લેનારાઓને મોડી રાત સુધી ગરબા માણવા ની મંજૂરી આપવા કહેવાયું છે.

આ નિર્દેશ તમામ પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનરોને મોકલવામાં આવ્યો છે. તમામ પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન ટ્રાફિક વિભાગ, લોકલ પોલીસ અને શી ટીમ હાજર રહેશે. ચાલુ ગરબા દરમિયાન રોમિયોગીરી કરતા લોકોની શી ટીમ ધરપકડ કરશે.

આ પણ વાંચો: સુરતમાં વધુ એક ગ્રીષ્માકાંડ: હોટેલમાં પ્રેમિકા પર છરી વડે જીવલેણ હુમલો, યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: ઇલેક્ટ્રિક સ્કૂટર પર ભારે ડિસ્કાઉન્ટ, આટલા રૂપિયામાં તમારા ઘરે પહોંચી જશો

આ પણ વાંચો: અમિતાભ બચ્ચનની ગોળી મારી હત્યા, બિહાર પોલીસે ભાગી રહેલા બે ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું