Gujarat

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને કરી મોટી જાહેરાત

પોલીસ વિભાગમાં જવા ઇચ્છનાર માટે સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2023 માં 12 થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું સરકાર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ પોલીસ વિભાગની નવી ભરતીના નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા કરવામાં આવી રહી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આવનારા સમયમાં 12 થી 13 હજાર જગ્યાઓ માટે પોલીસ ભરતીનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેની સાથે નવી ભરતી માટે નવા નિયમો બનાવવા ગૃહમંત્રીની સૂચના મળી ચુકી છે. પોલીસ ભરતીના નિયમો વર્તમાન સમય મુજબ તૈયાર કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે ભરતી પ્રક્રિયાના નવા નિયમો માટે કમિટીની રચના કરવામાં આવશે. તેના માટે 20 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવશે. આગામી 2 થી 3 મહિનામાં સમિતિ નવા નિયમો અંગે અહેવાલ પણ આપવામાં આવશે. ત્યારબાદ ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવશે.

નોંધનીય છે કે, આ અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરાશે.

ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા આગામી નવા વર્ષ 2023 માં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 8 જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધીમાં વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટીઓ લેવાશે. GPSC ની વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 8 જાન્યુઆરી 2023 ના રોજ લેવામાં આવશે. જ્યારે કાયદા અધિકારી, ક્યૂરેટરની પરીક્ષા 22 જાન્યુઆરી 2023 ના રોજ લેવાશે. અને ગુજરાત ઇજનેરી સેવાની પરીક્ષા પણ 22 જાન્યુઆરીના લેવાશે. હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ-2, ઇજનેરી સેવાની પરીક્ષા 5 ફેબ્રુઆરીના યોજાશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે