GujaratSouth GujaratSurat

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં રક્ષાબંધન પર્વની ઉજવણી દરમિયાન બેફામ વાહન ચાલકોને કરી આ ટકોર

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. વધતા અકસ્માતને અટકાવવા સરકાર પણ ચિંતિત રહેલ છે. ત્યારે હવે આ અકસ્માતની ઘટનાઓને લઈને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

સુરત ખાતે રક્ષાબંધન નિમિતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. તે સમયે તેમના દ્વારા મોટું નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના રસ્તાઓને રેસિંગ ટ્રેક બનાવશો નહીં. તમને બાઇક મળી છે તો જવાબદારી પૂર્વક તેને ચલાવો.

હર્ષ સંઘવી દ્વારા અપીલ કરતા રાજ્યના નાગરિકોને જણાવ્યું કે, તમારી બહેનો, તમારી માતા ઘરે તમારી રાહ જોતી હોય છે અને તે સમજીને તમે જવાબદારીપૂર્વક ગાડી ચલાવવો. તેઓએ જણાવ્યું છે કે, માત્ર તમારી જ નહીં પરંતુ રાહદારીઓની પણ સલામતી સાથે વાહન ચલાવવાનો આજે આપણે બધા સંકલ્પ લઈએ. તેનાથી સમાજમાં પણ એક સારો સંદેશ પ્રવશે.