Uncategorized

ઉનામાં કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્યાર અકસ્માત, એકનું મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરાથી સામે આવ્યો છે.

ઉનાનાં તપોવન પાટીયા નજીક ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાઈક પાછળ બેઠલને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને 108 દ્વારા નજીક હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઉનાના દેલવાડા રોડ પર રહેનાર રમેશ નાનુભાઈ સોલંકી તેમજ દેલવાડા રહેનાર લાલ બાબુભાઈ બાંભણીયા બાઈક પર સવાર હતા. એવામાં આ બંને યુવાનો ઉનાના બાયપાસ નેશનલ હાઇવે બ્રિજ નીચે ખાપટ ગામેથી ઉના તરફ જઈ રહ્યા હતા. તે સમયે બાયપાસ હાઇવે સર્વિસ રોડ પર ભાવનગરથી સોમનાથ જનારી ઇકો કાર દ્વારા બાઈકને અડફેટમાં લેવામાં આવ્યું હતું. આ ભયંકર અકસ્માતમાં રમેશભાઈ ફંગોળાઈને રસ્તા પર પટકાતા તેમને માથામાં ગંભીર ઈજા થતા તેમનું ઘટનાસ્થળ પર જીવ ચાલ્યો ગયો હતો.

તેની સાથે બાઈક પર પાછળ બેઠેલા લાલભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. તેમના દ્વારા 108 એમ્બુલન્સને જાણ કરીને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બાઈક તેમજ ઇકો કારને પણ ભારે નુકસાન થયું છે. આ અકસ્માતની ઘટનાની બાબતમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.