સાબરકાંઠાના ઈડરના જંગલમાં પહાડો પર લટકતું મળ્યું માનવ કંકાલ, છ મહિનાથી લટકતું પડ્યું હતું
સાબરકાંઠાના ઈડરમાં સીમ વિસ્તારથી મોટી જાણકારી સામે આવી છે. આ વિસ્તારમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. મુડેટી પાટિયા અને વસાઈ સીમ પાસેના પહાડોમાંથી માનવ કંકાલ મળી આવેલ છે. ઝાડની ડાળીમાં સાડીથી લટકતું મહિલાનું માનવ કંકાલ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. મહિલાનો માનવ કંકાલ હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે માનવ કંકાલ પાસેથી મહિલાના પગરખાં અને કપડાં મળી આવ્યા છે.
પોલીસ દ્વારા છ મહિના જૂના માનવ કંકાલને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. એવામાં ફોરેસ્ટ પેટ્રોલિંગ વિભાગનું ધ્યાન કેમ ગયું તેને લઈને સવાલ ઉભા થયા છે. પોલીસ દ્વારા મહિલાના માનવ કંકાલને FSL માં મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલા દ્વારા આત્મહત્યા કરી કે હત્યા થઈ તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
તેની સાથે માનવ કંકાલની જાણકારી મળતા સ્થાનિક લોકોનું ટોળું ઘટનાસ્થળ પર દોડી આવ્યું હતું. તેની સાથે આ ચર્ચાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. પોલીસ દ્વારા આ મામલામાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.