Crime

પત્નીનો ફોન સતત વ્યસ્ત આવતો હોવાથી, પતિએ ક્વોરન્ટાઈન સેન્ટરમાંથી ભાગીને પત્ની સાથે લીધો ભયાનક બદલો..

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે કોરોનાને લઈને છેલ્લા કેટલાય સમય થી કોરોના વાયરસ ને સમગ્ર ભારતમાં લોકડાઉન છે.આ લોકડાઉન દરમિયાન આપણી વચ્ચે અવનવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે.આવો જ એક વિચિત્ર કિસ્સો હમણાં જ પ્રકાશમાં આવ્યો છે તમને જણાવી દઈએ કે આ વિચિત્ર કિસ્સો છત્તીસગઢ રાજ્યનો છે જે હાલ ખુબ જ ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે એક પ્રવાસી મજુર અન્ય રાજ્યમાંથી પોતાના વતન પહોચ્યો હતો અને કોરોનાની ભીતિને લઈને આ યુવકને ક્વોરન્ટાઈન સેન્ટર માં રાખવામાં આવ્યો હતો.ત્યાંથી ભાગીને તે ઘરે ગયો હતો અને તેની પત્નીનો જમણો હાથ કાપી નાખ્યો હતો અને ત્યાંથી તે તેની પત્નીને તડપતી મુકીને ત્યાંથી ભાગી ગયો હતો.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે આ યુવક ૬ દિવસ પહેલા જ પોતાના વતન આવ્યો હતો અને કોરોનાની ભીતિને લઈને આ યુવકને ક્વોરન્ટાઈન સેન્ટર માં રાખવામાં આવ્યો હતો.આ દરમિયાન તેણે ઘણીવાર તેની પત્ની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની પત્નીનો ફોન સતત વ્યસ્ત આવતો હતો.આમ પત્ની નો ફોન સતત વ્યસ્ત આવતો હોવાથી તેની પત્નીનું ક્યાંક અફેર હોવાની એને શંકા ગઈ હતી અને તેને ખુબ જ ગુસ્સો આવ્યો હતો.અને તે ખુબ જ પરેશાન હતો.

જાણકારી મળી એ અનુસાર તમને જણાવી દઈએ કે લલિત કોરવા નામનો આ યુવક બુધવારે રાત્રે ક્વોરન્ટાઈન સેન્ટરની છત કૂદીને ભાગી ગયો હતો.અને ઘરે પહોચીને પત્નીનો જમણો હાથ ધારદાર હથિયાર વડે કાપી નાખ્યો હતો.ત્યાર બાદ તે પત્નીને તડપતી હાલતમાં મુકીને ત્યાંથી ભાગી ગયો હતો.તમને જણાવી દઈએ કે હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું અને મહિલા 2 વર્ષના દીકરા સાથે ત્યાં તડપતી રહી હતી.અહી ઉલ્લેખનીય છે કે આ બાદ તેને સ્વાસ્થ્ય કેન્દ્રમાં એડમિટ કરાવાઈ. જ્યાં શરૂઆતની ટ્રિટમેન્ટ બાદ ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે અંબિકાપુર મોકલી દીધી હતી.

તમને જણાવી દઈએ કે લલિકના ક્વોરન્ટાઈન સેન્ટરમાંથી ભાગ્યા બાદ સમગ્ર જિલ્લાના તંત્રમાં હડકંપ મચ્યો હતો. જોકે થોડા જ સમયમાં પોલીસે તેને પકડી લીધો છે અને હવે જેલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અહી ઉલ્લેખનીય છે કે હજી પણ પત્નીની સ્થિતિ હાલમાં સારી નથી. પોલીસે આ ઘટના અંગે જણાવ્યું કે, ક્વોરન્ટાઈન સેન્ટરમાં પણ તે વ્યક્તિ ફોન પર પોતાની પત્ની સાથે આ બાબતે સતત ઝઘડો કરતો રહેતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ઓડિશાની એક બોરવેલ કંપનીમાં કામ કરતો હતો.