health

હાર્ટ એટેક નહીં તો શેના કારણે યુવાનોના મોત થઈ રહ્યા છે, સુરત સિવિલે સ્ફોટક માહિતી આપી

કોરોનાના મુશ્કેલ સમય પછી યુવાનોમાં અચાનક મૃત્યુની સંખ્યા વધી રહી છે. આવી અનેક ઘટનાઓ પછી લોકો કહે છે કે યુવાનોના મોત હાર્ટ એટેક (heart attack) થી થઈ રહ્યા છે તો શું ખરેખર યુવાનો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે કે પછી મૃત્યુના બીજા કોઈ કારણો પણ છે.આ મામલે હવે સુરતની સિવિલ હોસ્પિટલ દ્વારા જે માહિતી અપાઈ છે તે ચોંકાવનારી છે.

કોરોના પછી યુવાનોના મૃત્યુ દરમાં વધારો જોવા મળી રહ્યો છે. યુવાનોના અચાનક મૃત્યુથી સૌ કોઈ ચિંતિત છે. આ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં થઈ રહ્યું છે. 40 વર્ષથી ઓછી વયના યુવાનો ના મોતના આંકડામાં મોટો વધારો થયો છે. તો આ મોત પાછળ શું કારણ હોય શકે છે તે જાણીએ.

આ સમગ્ર મામલે સુરત સિવિલ હોસ્પિટલે આંકડાકીય માહિતી આપી હતી. સુરત સિવિલ હોસ્પિટલે ઓક્ટોબર 2023ની માહિતી આપી હતી. આ માહિતી સામે આવતાં જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. આંકડા દર્શાવે છે કે હાર્ટ એટેક તરીકે લેબલ કરાયેલા મૃત્યુ વાસ્તવમાં હાર્ટ એટેકથી થયા ન હતા.

ઓક્ટોબર 2023ના આંકડાની વાત કરીએ તો આ મહિનામાં વ્યાપક મૃત્યુના 98 કેસ નોંધાયા હતા. જેમાંથી 88 જેટલા મોતના કારણો આપવામાં આવ્યા છે. 98 બોર્ડ ડેડમાંથી 21 કેસમાં HP સેમ્પલ લેવામાં આવ્યા હતા, આમાંથી 11 સેમ્પલમાં હાર્ટ એટેકના કારણે 7 મૃત્યુ નોંધાયા હતા.

લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામતા નથી તો મૃત્યુનું કારણ શું છે? ડોક્ટરના કહેવા મુજબ આ લોકોના મૃત્યુના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે લોકોની બદલાયેલી જીવનશૈલી, જંક ફૂડનું વધુ પડતું સેવન, નિયમિત સમયે ન ખાવું વગેરે કારણો છે. આ સિવાય તેમણે કહ્યું કે લોકોના અકાળ મૃત્યુના ઘણા કારણો છે.જો લોકો પોતે સાવચેત રહે અને તેમની જીવનશૈલીમાં સુધારો કરે તો તેઓ આવા અકાળ મૃત્યુને અટકાવી શકે છે.