health

દરેક ઋતુમાં પરસેવાથી તકલીફ હોય તો થઈ શકે આ બીમારી, જાણો

જો તમને ઘણો પરસેવો થતો હોય તો આને અવગણશો નહીં. આ એટલા માટે છે કારણ કે વધુ પડતો પરસેવો એ સંકેત હોઈ શકે છે કે તમારા શરીરમાં કંઈક તકલીફ છે. આ સમસ્યા એવા લોકોમાં વધુ જોવા મળે છે જેમને હ્રદયની બીમારી છે અથવા તો મેદસ્વી છે. પરંતુ, આ સિવાય એક બીજી બીમારી છે જેમાં શરીરમાં વધુ પરસેવો થાય છે. તેને હાઇપરહિડ્રોસિસ કહેવામાં આવે છે. જાણો તેનું કારણ અને ઉપાય.

(hyperhidrosis) હાઈપરહિડ્રોસિસમાં તમારા શરીરની પરસેવાની ગ્રંથીઓ વધુ પડતી સક્રિય થઈ જાય છે. આને કારણે તમને કોઈપણ કારણ વગર પુષ્કળ પરસેવો થાય છે . ક્યારેક આના કારણે વ્યક્તિ ડીહાઇડ્રેશન અને લો બીપીનો શિકાર પણ બની શકે છે. હવે તેના કારણો વિશે વાત કરીએ તો તેમાં સમાવેશ થાય છે.

આ પણ વાંચો: બાગેશ્વર બાબાએ સુરતમાં કહ્યું: હું બજરંગબલી પાર્ટીનો છું, તમામ પક્ષના નેતાઓ મારા શિષ્યો છે

આ પણ વાંચો: પ્રેમિકાને પ્રેમજાળમાં ફસાવી અને પછી મિત્રો સાથે મળી અવારનવાર આચર્યું દુષ્કર્મ

ચેપને કારણે,લસિકા તંત્રના કેન્સરને કારણે થાય છે,હાઇપરથાઇરોઇડિઝમને કારણે,ડાયાબિટીસને કારણે, હાઈપોગ્લાયકેમિઆને કારણે,મેનોપોઝને કારણે, ગંભીર માનસિક તાણ, ઓટો ઇમ્યુન રોગને કારણે પણ આવું થાય છે.

આ રોગનો કોઈ ઈલાજ નથી. જો તમને સમયસર આ વિશે ખબર પડી જાય, તો ડૉક્ટર પાસે જાઓ અને તમારી સારવાર કરાવો જે જીવનશૈલી સાથે સંબંધિત હોઈ શકે. જેમ કે વજન નિયંત્રિત કરવું, ખોરાકમાં કેફીનનું પ્રમાણ ઘટાડવું, એલ્યુમિનિયમ આધારિત લોશન અને થોડી કસરત. તેથી આ બિમારીને અવગણશો નહીં અને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.