health

દૂધમાં આ વસ્તુ ઉમેરીને પીશો તો લાભ થઈ જશે બમણા

દરેક વ્યક્તિના દિવસની શરૂઆત ચા અથવા તો દૂધ પીને થતી હોય છે. ખાસ કરીને નાના બાળકોની વાત કરીએ તો દરેક માતા-પિતા પોતાના બાળકોને દૂધ પીવડાવે છે. દૂધ એક સંપૂર્ણ અને પૌષ્ટિક આહાર છે જેનું સેવન કરવાથી શરીરને ઘણા લાભ થાય છે. ફક્ત બાળકોએ જ નહીં પરંતુ વયસ્ક લોકોએ પણ દિવસ દરમિયાન એક ગ્લાસ દૂધ તો પીવું જ જોઈએ.

દૂધનું સેવન જો તમે પણ નિયમિત રીતે કરતા હોય તો તમારા શરીરને ફાયદા તો ચોક્કસથી થતા હશે. પરંતુ તમારે જો આ ફાયદાને બમણા કરી દેવા હોય તો દૂધમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવાનું રાખો. આ વસ્તુઓ ઉમેરીને દૂધ પીવાથી તેનાથી થતા લાભ બમણા થઈ જાય છે. તો ચાલો તમને જણાવ્યા વિગતવાર કે દૂધમાં કઈ વસ્તુઓ ઉમેરીને પીવાથી શરીરને કેવા અને કેટલા લાભ થાય છે

દૂધ પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક છે પરંતુ તેમાં તમે આ વસ્તુઓ ઉમેરીને પીશો તો તેનાથી તેના ગુણમાં વધારો થઈ જાય છે.

હળદર – દૂધમાં હળદર ઉમેરીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. હળદર વાળું દૂધ પીવાથી શરીરમાં સંક્રમણ ઓછું થાય છે અને શરદી ઉધરસ જેવી બીમારીથી પણ તુરંત રાહત મળે છે.

બદામ – દૂધમાં બદામ ઉમેરીને પીવાથી શરીરને ઊર્જા મળે છે. બદામની પલાળીને તેને દૂધમાં પીસીને પીવાથી મગજને પણ ફાયદા થાય છે. સવારના સમયે બદામ વાળું ગરમ દૂધ પીવાથી શરીરને આખો દિવસ કામ કરવાની ભરપૂર ઊર્જા મળે છે.

ખજૂર – ખજૂરમાં દૂધ ઉમેરીને પીવાથી એનિમિયા એટલે કે શરીરમાં જો રક્તની ઉણપ હોય તો તે સમસ્યા દૂર થઈ જાય છે. તેના માટે ખજૂરને રાત્રે દૂધમાં પલાળી દેવા અને સવારે તેને દૂધમાં ઉકાળી બરાબર પીસીને પી જવું. ખજૂર વાળુ દૂધ પીવાથી પણ શરીરમાં શક્તિ અને ઉર્જા વધે છે.

અંજીર – દૂધમાં અંજીર ઉમેરીને પીવાથી પણ શરીરની શક્તિ અને ઊર્જામાં વધારો થાય છે. અંજીરને પણ ખજુરની જેમ રાત્રે પલાળી દેવું અને સવારે તેને દૂધમાં ઉકાળી તેને મિક્સ કરીને પી જવું. અંજીરવાળું દૂધ પીવાથી પાચનશક્તિ પણ બરાબર થાય છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે