AhmedabadCrimeGujarat

નવું સીમકાર્ડ લેવા જતા હોઉં તો થઈ જજો સાવધાન, નહીં તો….

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડમી સીનકાર્ડ વેચનાર ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ સીમકાર્ડ લેવા અવનારના ફિંગર પ્રિન્ટ લેવાના નામે ડમી સીમકાર્ડ બનાવી લોકોને વેચી રહ્યા હતા. હાલ તો તમામ આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી પ્રવીણ પરમાર, વિશાલ વાઘેલા અને હંસરાજ પરમાર અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના રહેવાસી છે. છેલ્લા 8 વર્ષથી આરોપી હંસરાજ મોબાઇલ રીપેરીંગ અને એસેસરીનો ધંધો કરે છે. જ્યારે બાકીના બે આરોપી પ્રવીણ અને વિશાલ સીમ કાર્ડ ડિસ્ટ્રીબ્યુશનનું કામ છેલ્લા 2 વર્ષથી કરતા હતા. આ ત્રણેય જણાએ ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની લાલચમાં ડમી સીમકાર્ડ બનાવીને તેને વેચવાનું શરૂ કર્યું હતું. જોકે આ કાળા બજાર કરીને ડમી સિમ વેચવાનું કામ વધારે લાંબુ ન ચાલ્યું અને આખરે ત્રણેય આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા.

નોંધનીય છે કે, જે પણ ગ્રાહક હંસરાજની દુકાને સીમકાર્ડ લેવા માટે આવે તો તેને ફિંગર પ્રિન્ટ ફેલ ગયું હોવાનું કહીને તેની ફિંગર પ્રિન્ટ બે વખત લઈને તે એક જ ગ્રાહકના પુરાવાથી બે સીમકાર્ડ એક્ટિવેટ કરતો હતો. જેમાંથી હંસરાજ એક સીમકાર્ડ પોતાની પાસે રાખતો હતો. આ રીતે કરીને જ્યારે 10 કરતા વધુ ડમી સીમકાર્ડ ભેગા થાય એટલે તે વિશાલ અને પ્રવીણને 500 રૂપિયામાં આ સીમકાર્ડ વેચતો હતો. અને તે બંને 5,000 રૂપિયા સુધીની કિંમત વસૂલીને લોકોને સીમકાર્ડ વેચતા હતા.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં એક મોટી આંગડિયાની લૂંટ થઈ હતી. જે કેસમાં તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચને માલુમ પડ્યું કે ગુનો આચરતી વખતે ચાર ડમી સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે ડમી સીમ કાર્ડ કોણે બનાવ્યા તેની તપાસ કરતા કરતા ક્રાઈમ બ્રાન્ચ આ ત્રણેય આરોપીઓ સુધી પહોંચી હતી. બાદમાં ત્રણેયની કડકાઇથી પૂછપરછ કરતા આરોપીઓએ ગુનો કબુલયો હતો. હાલ તો આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે