Astrology

Friday: જો શુક્રવારના દિવસે આ ઉપાય કરશો તો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

શુક્રવારના દિવસને માતા લક્ષ્મી નો ખાસ દિવસ માનવામાં આવે છે અને શુક્રવારનો દિવસ લક્ષ્મીની પૂજાને સમર્પિત છે. આ દિવસે ભક્તો માતા લક્ષ્મીની વિધિવત પૂજા, અર્ચના કરે છે અને ઉપવાસ પણ રાખે છે. માન્યતા પ્રમાણે આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા પ્રાપ્ત થાય છે, તો શુક્રવારના દિવસે જરૂરિયાતમંદ લોકો અને ગરીબોને દાન કરવાથી પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હો તો, શુક્રવારના દિવસે ગરીબોને દાન કરવું જોઈએ અને વડીલ ઉંમરલાયક વ્યક્તિઓની સેવા જરૂરથી કરવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે અમુક ખાસ ચીજ-વસ્તુઓનું દાન કરવાથી માતા લક્ષ્મીની કૃપા ભક્તો પર બની રહે છે અને માતા લક્ષ્મી ધનવર્ષા કરે છે. સાથે શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી ગ્રહ દશા પણ સુધરે છે, તો આજે અમે તમને શુક્રવારના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ એના વિશે જણાવીશું.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શુક્રવારના દિવસે માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહને સમર્પિત હોય છે. ત્યારે આ દિવસે નાના બાળકો અને ખાસ કરીને નાની બાળકીઓને સફેદ મીઠાઈ ખવડાવી જોઈએ. જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને સફેદ અનાજ દાન કરવું જોઈએ. માનવામાં આવે છે કે, આવું કંઈ કરવાથી કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત બને છે. એનાથી દાંપત્ય જીવનમાં પણ સુખ શાંતિ આવે છે. એ જ રીતે શુક્રવારના દિવસે પરણેલી સ્ત્રીઓએ શૃંગારનો સામાન માતાજીને દાન કરવો જોઈએ. કારણ કે એને ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બધી જ વસ્તુઓ લાલ રંગની હોવી જોઈએ.

આ ઉપાય કરવાથી જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થાય છે. શુક્રવારના દિવસે સફેદ રંગની ચીજ વસ્તુઓનું દાન કરવું પણ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે તમે મીઠું, ખાંડ અને દહીંનું દાન કરી શકો છો. જેનાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઉપરાંત ધનની અછત થતી નથી. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શુક્રવારના દિવસે રેશમી વસ્ત્રો, જુની ચાદર વગેરેનું પણ દાન કરવું જોઈએ. જેનાથી પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે સાથે જ લગ્નજીવન પણ મધુર બને છે.