GujaratAhmedabad

RTE ના ફોર્મ ભરવામાં સમસ્યા આવતી હોય તો આ જગ્યાએ જતા રહો…

રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ગરીબ બાળકોના ખાનગી શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. તેના માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા આગામી 22 એપ્રિલ સુધી ચાલશે. પરંતુ આ ફોર્મ ભરવા માટે અનેક મુંઝવણો તમારા મનમાં રહેલી હશે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમકે તેના અમદાવાદની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં RTE એડમિશન માટે હેલ્પલાઈન નંબર તેમજ હેલ્પ ડેસ્ક પણ શરુ કરાયું છે.

RTE એડમિશનને લઈને પ્રવેશ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. RTE ની વેબસાઈટ પર પ્રવેશ પ્રક્રિયા માટે RTE-1, RTE-2, RTE-3, RTE-4 એમ ચાર લિંકના ઉપયોગ દ્વારા વાલીઓ દ્વારા ફોર્મ અને ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાય છે. તેના માટે 22 એપ્રિલ સુધી એટલે કે 12 દિવસનો સમય અપાયો છે.

આ બાબતમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રહેલ છે. પરંતુ જો તેમ છતાં કોઈ વાલીને કોઈ મુંઝવણ હોય તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હેલ્પ લાઈન નંબર- 079-27912966 જાણકારી પ્રાપ્ત કરી શકશે. આ સિવાય ડીઈઓ કચેરી દ્વારા બોર્ડની પરિક્ષા સમયે શરુ કરવામાં આવેલી વોટ્સએપ હેલ્પલાઈન સેવા પણ આ પ્રક્રિયા માટે ઉપયોગી રહેશે. તેના માટે એક નંબર પણ શરુ કરવામાં આવ્યો હતો. આ નંબર  9909922648 રહેલો છે. તમને જો આરટીઈમાં એડમિશન લેવામાં તકલીફ પડી રહી છે તો વોટ્સએપ પર પુછપરછ કરી સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો.

મહત્વની વાત એ છે કે, આરટીઈ એડમિશન માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેલી છે. તેની સાથે વાલીઓને અપીલ પણ કરવામાં આવી છે તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવામાં આવે.