ઇફકોના ચેરમેન તેમજ દિગ્ગજ પાટીદાર નેતા દિલીપ સંઘાણી દ્વારા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુરના ભાજપ ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા જયેશ રાદડિયા ને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજના બે આગેવાનો ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુરના ભાજપ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા જયેશ રાદડિયા વચ્ચેના વિવાદને અંત લાવવાનું જણાવવામાં આવ્યું છે. આ બંને દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે છેલ્લા થોડા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, ઇફકોના ચેરમેન તેમજ દિગ્ગજ પાટીદાર નેતા દિલીપ સંઘાણી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન કરાવવાના હોવાના સમાચાર સામે આવ્યા છે. આ બાબતમાં દિલીપ સંઘાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
રાજકોટમાં દિલીપ સંઘાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “બંને સાથે માટે વાતચીત થઇ ગઈ છે. સમાધાન અંગે બંને દ્વારા ટૂંકા અને પોઝિટિવ જવાબ આપવામાં આવ્યા છે. જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે, તમે જે કરો એ મને કોઈ વાંધો નથી સારી વાત રહેલ છે. નરેશ પટેલ દ્વારા પણ કહ્યું વાંધો નથી, તમે કહેશો ત્યારે હું એમની સાથે બેસવા પણ આવી જઈશ.”
તેની સાથે દિલીપ સંઘાણી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન લઈને તેમને જણાવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, હાલમાં હું પ્રવાસ પર રહેલો છું મારા પ્રવાસમાંથી સમય નીકાળી ને બંને બોલાવી ને બેઠક કરીને સમાધાન કરાવી દઈશ.”