South GujaratGujaratNavsari

નવસારી ના બીલીમોરામાં છ વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી ઊંડા પાણીમાં ગરકાવ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ

રાજ્યમાં ચોમાસું ધીરે-ધીરે બેસી રહ્યું છે. એવામાં નવસારીના બીલીમોરાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. નવસારીના બીલીમોરામાં વરસાદી પાણી ભરાતા ખુલ્લી ગટરમાં બાળકી પડી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમ છતાં હાલ તંત્ર દ્વારા માસૂમ બાળકીની યુદ્ધના ધોરણમાં તપાસ હાથ ધરવામાં આવી છે.  જેસીબીની મદદથી ગટર લાઈન ખોદવાની શરૂઆત કરાઈ છે.

જાણકારી મુજબ, નવસારી જિલ્લાના બીલીમોરામાં સવારથી વરસાદી માહોલ બન્યો હતો. તેના લીધે ઠેર-ઠેર પાણી ભરવાના દૃશ્યો જોવા મળ્યા છે. ત્યારે વખારીયા રોડ પર રહેનાર શેખ પરિવારની છ વર્ષીય બાળકી બપોરના સમયે ગુમ થઈ ગઈ હતી. તેના લીધે માતાપિતા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં ઘણા સમય બાદ પણ કોઈ પતો ન મળતા આજુબાજુના સીસીટીવી ચેક કરાયા હતા. જેમાં સીસીટીવીમાં બાળકી ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં પડતી દેખાઈ હતી.

જ્યારે બાળકી ગટરમાં પડવાની ઘટના બાદ ફાયરબ્રિગેડ દ્વારા હાલ છ ટીમો બનાવી બાળકીની તપાસ હાથ ધરવામાં આવી છે. જેસીબીની મદદથી ગટર લાઈન ખોદવાની શરૂઆત કરાઈ છે. બીલીમોરા શહેરમાં જે ગટરમાં બાળકી લાપતા થઈ ગઈ છે તે ગટરની લાઈન અંબિકા નદીમાં નીકળતી હોવાની જાણકારી સામે આવી છે. પહેલા જ વરસાદમાં ગટરમાં બાળકી ખાબકતા સ્થાનિકોમાં પાલિકાના સત્તાધીશો સામે આર્કોશ ફેલાઈ ગયો છે.